ઉત્તર ભારતની મીઠાઈ પતીસા સોન પાપડી જેવી જ હોય છે. પણ તે બનાવવામાં થોડી સહેલી છે!
સામગ્રીઃ ચણાનો લોટ 200 ગ્રામ, મેંદો 50 ગ્રામ, ઘી 150 ગ્રામ, સાકર 200 ગ્રામ, સૂકા મેવાની કાતરી 2 ટે.સ્પૂન, લીંબુનો રસ ½ ટી.સ્પૂન, એલચી પાઉડર ½ ટી.સ્પૂન
રીતઃ ઘીને કઢાઈમાં ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ તેમજ મેંદો મેળવીને ગેસની ધીમી આંચે શેકાવા દો. ચમચા વડે સતત ચારવતા રહેવું.
લોટ શેકાવા આવે એટલે ગેસ બંધ કરી દો. પરંતુ ચમચા વડે હજુ ચારવતા રહેવું. કેમ કે, કઢાઈ ગરમ હોવાથી લોટ વધુ લાલ થઈ જશે. લોટ ઠંડો થવા દો.
એક તપેલીમાં સાકર લો. સાકરના પ્રમાણથી અડધું પાણી તેમાં ઉમેરીને ½ ટી.સ્પૂન લીંબુનો રસ પણ ઉમેરી દો અને ગેસ ચાલુ કરી દો. ગેસની આંચ એકદમ ધીમી રાખીને ચાસણીને જરા પણ ચારવ્યા વગર એમ ને એમ થવા દો. થોડીવાર બાદ ચાસણીનો રંગ સોનેરી રંગનો થાય એટલે ચમચા વડે ચાસણીના 2-3 ટીપાં લઈ એક પાણીવાળી ડિશમાં રેડી દો. આ ચાસણીના ટીપાં પાણીમાંથી કાઢીને હાથમાં લઈ, બોલ બનાવી જુઓ. જો એ જામી જાય તો ચાસણીવાળો ગેસ બંધ કરી દો. અને ન થયા હોય તો થોડી વધુ વાર ગેસ પર રાખી મૂકીને ફરીથી ચેક કરી લેવું. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
એક પેનમાં ઘી લગાડીને આ ચાસણી રેડી દો અને ચમચા વડે સતત ચારવતા રહો અને ચાસણી જામવા લાગે એટલે તેને શેકેલા ચણાના લોટવાળી કઢાઈમાં રેડી દો. હવે બે ચમચી કાંટા લઈ, તેના વડે લોટ અને ચાસણી મિક્સ કરતા રહો. લોટ અને ચાસણી બરાબર મિક્સ થઈ જાય અને મિશ્રણ સૂકું થવા આવે એટલે એક ઘી લગાડેલી થાળી અથવા ટ્રેમાં થોડું જાડું એવું પાથરી દો. ઉપર સૂકા મેવાની કાતરી ભભરાવીને બટર પેપર મૂકીને વેલણ વડે હલકા હાથે થોડું વણી લઈને બટર પેપર કાઢી લો અને ચપ્પૂ વડે તૈયાર પતીસા મીઠાઈના ચોરસ ટુકડા કરીને પીરસો.

The post પતીસા મીઠાઈ appeared first on chitralekha.
from chitralekha https://ift.tt/ywKJsfv
via
No comments:
Post a Comment