Latest

Wednesday, September 23, 2026

રવા બેસન ટ્રાયેન્ગલ

આ નાસ્તો રાત્રે બનાવીને ફ્રીજમાં મૂકીને સવારે બાળકોને ટિફિનમાં આપી શકાય છે.

સામગ્રીઃ કાચો બટેટો 1, ચણાનો લોટ ½ કપ, રવો ½ કપ, ગાજર 1, સિમલા મરચું 1, લીલા મરચાં 3-4, સફેદ તલ 1 ટે.સ્પૂન, જીરૂ ½ ટી.સ્પૂન, રાઈ ½ ટી.સ્પૂન, આદુ ખમણેલું 1 ટી.સ્પૂન, તેલ વઘાર માટે તેમજ શેલો ફ્રાય કરવા માટે, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, કાંદો 1, મીઠું સ્વાદ મુજબ,

રીતઃ ગાજર તેમજ બટેટાને ખમણી લો, કાંદો તેમજ સિમલા મરચું ઝીણું ચોરસ સમારી લો. તેમાં ચણાનો લોટ તેમજ રવો ઉમેરો. સમારેલી કોથમીર મેળવીને થોડું થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું બનાવી લો.

એક કઢાઈ અથવા પેનમાં 1 ચમચો તેલ ગરમ કરી તેમાં રાઈ તથા જીરૂનો વઘાર કરો. ત્યારબાદ તેમાં ખમણેલું આદુ, લીલા મરચાં સમારેલાં, તેમજ 1 ચમચી તલ ઉમેરીને ચણાના લોટવાળું ખીરું તેમાં રેડી દો. ગેસની આંચ ધીમી મધ્યમ કરીને ચમચા વડે સતત હલાવતાં રહીને ખીરું લોટ જેવું ઘટ્ટ થવા દો.ચઢી ગયેલું ઘટ્ટ ખીરું એક તેલવાળી થાળી અથવા ટ્રેમાં પાથરીને ઠંડું થવા દો. તે ઠંડું થઈને જામી જાય એટલે તેના ચોરસ ટુકડા કરી લીધા બાદ વચ્ચે કાપો પાડીને ત્રિકોણાકાર કટ કરી લો.

આ ટ્રાયેન્ગલ કોઈ એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકો.

ટિફિન માટે તૈયાર કરવા માટે તેને ફ્રીજમાંથી બહાર કાઢો. એક પેનમાં તેલ ગરમ કરી તલનો વઘાર કરીને ટ્રાયેન્ગલ્સને આખા પેનમાં આવે તેટલા ગોઠવી દો. ગેસની આંચ ધીમી મધ્યમ કરીને બંને બાજુએથી સોનેરી રંગના સાંતળી લો.

તૈયાર ટ્રાયેન્ગલ લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથી પીરસો.

The post રવા બેસન ટ્રાયેન્ગલ appeared first on chitralekha.



from chitralekha https://ift.tt/V7GShHt
via

No comments:

Post a Comment

Pages