Latest

Thursday, September 3, 2026

IND vs AFG : ભારતીય ટીમમાંથી બુમરાહ સહિત 4 ખેલાડીઓ બહાર થવાનો ખતરો

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી રમાનારી ત્રણ મેચોની T20I સિરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સિરીઝ માટે શ્રેયસ અય્યરને ટીમનો કપ્તાન અને તિલક વર્માને વાઈસ-કેપ્ટન બનાવાયો છે. જોકે, સિરીઝનો પ્રારંભ થાય તે પહેલાં જ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે માઠા સમાચાર આવ્યા છે, કારણ કે સ્ક્વોડમાં સામેલ 4 મહત્વના ખેલાડીઓ ફિટનેસના અભાવે આખી સિરીઝ ગુમાવે તેવી પૂરી શક્યતા છે.

બુમરાહ સહિત આ 4 ખેલાડીઓની ફિટનેસ પર સવાલ

જાહેર કરાયેલી ટીમમાં જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ સહિત 7 ખેલાડીઓની વાપસી થઈ છે. પરંતુ, પસંદગીકારોએ જસપ્રીત બુમરાહ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાને ફિટનેસને આધીન (Subject to Fitness) સ્ક્વોડમાં સ્થાન આપ્યું છે. જો આ ચારેય ખેલાડીઓ આગામી ફિટનેસ ટેસ્ટમાં પાસ નહીં થાય, તો તેમને સિરીઝમાંથી બહાર બેસવું પડશે.

દિલ્હીમાં રમાશે તમામ મેચો, અફઘાનિસ્તાન હોસ્ટ

આ સિરીઝની વિશેષતા એ છે કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) આ સિરીઝનું આયોજન કરી રહ્યું છે, જેના કારણે ભારતીય ટીમ પોતાના જ દેશમાં પ્રથમ વખત ‘ગેસ્ટ ટીમ’ તરીકે રમશે. સિરીઝની ત્રણેય મેચો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે:

પહેલી T20: 13 સપ્ટેમ્બર (સાંજે 7:00 વાગ્યે)

બીજી T20: 15 સપ્ટેમ્બર (સાંજે 7:00 વાગ્યે)

ત્રીજી T20: 17 સપ્ટેમ્બર (સાંજે 7:00 વાગ્યે)

ભારતીય સ્ક્વોડ:

શ્રેયસ અય્યર (કપ્તાન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (ઉપકપ્તાન), વૈભવ સૂર્યવંશી, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી*, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ*, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર*, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ અને હર્ષિત રાણા*. (*ફિટનેસ પર નિર્ભર)

The post IND vs AFG : ભારતીય ટીમમાંથી બુમરાહ સહિત 4 ખેલાડીઓ બહાર થવાનો ખતરો appeared first on chitralekha.



from chitralekha https://ift.tt/Y4v5NQo
via

No comments:

Post a Comment

Pages