બંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલો પાંચમો અને અંતિમ ટી-20 મુકાબલો ભારે વરસાદના કારણે રદ્દ કરવામાં આવ્યો છે. આ સાથે પાંચ મેચોની ટી-20 સિરીઝ 2-2 ની બરાબરી પર સમાપ્ત થઈ છે. વરસાદના કારણે મેચની શરૂઆતમાં વિલંબ થયો હતો. રાત્રે 9 વાગ્યે ટોસ થયો હતો, જ્યારે પ્રથમ બોલ રાત્રે 9:15 વાગ્યે ફેંકવામાં આવ્યો હતો. ત્યારબાદ અમ્પાયરોએ આ મુકાબલો 9-9 ઓવરનો રમાડવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7.4 ઓવરમાં 5 વિકેટના ભોગે 118 રન બનાવી લીધા હતા. આ દરમિયાન નમન ધિરે આક્રમક બેટિંગનું પ્રદર્શન કરતા માત્ર 6 બોલમાં 24 રન ફટકાર્યા હતા અને તેઓ અણનમ રહ્યા હતા. જો કે, ભારતીય ઇનિંગ્સ દરમિયાન અચાનક ફરીથી વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના કારણે રમત રોકવી પડી હતી. લાંબી રાહ જોયા બાદ રાત્રે 10:21 વાગ્યે આ મુકાબલો રદ્દ જાહેર કરવામાં આવ્યો હતો. આની સાથે જ સિરીઝની આખરી મેચ કોઈપણ પરિણામ વિના પૂરી થઈ અને બંને ટીમોએ 2-2 થી સિરીઝ સરખી રાખી હતી.
The post ભારત-વેસ્ટ ઇન્ડિઝ પાંચમી ટી-20 મેચ વરસાદના કારણે રદ્દ, સિરીઝ 2-2 થી ડ્રો appeared first on chitralekha.
from chitralekha https://ift.tt/Fge7u5x
via
No comments:
Post a Comment