Latest

Sunday, September 16, 2018

દેશમાં ગાંજાનું વેચાણ લીગલ કરવા ઉદય ચોપરાએ કર્યું ટ્વિટ, મુંબઈ પોલીસે આપ્યો જવાબ

ઉદય ચોપરાનું વિવાદાસ્પદ ટ્વિટ


લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોવા છતાં એક્ટર ઉદય ચોપરા લાઈમલાઈટમાં રહે છે. પોતાના ટ્વિટને લઈને ચર્ચામાં રહેતા ઉદયે હાલમાં જ ગાંજાને લઈને એવું ટ્વિટ કર્યું ના છૂટકે મુંબઈ પોલીસને ઉદયને જવાબ આપવો પડ્યો. મુંબઈ પોલીસનો જવાબ આવો હશે તેની કલ્પના પણ ઉદયે નહીં કરી હોય.

‘ભારતમાં ગાંજો લીગલ કરો’


ઉદય ચોપડાએ ગાંજાને ભારતમાં લીગલ કરવા વિશે ટ્વિટ કર્યું. ઉદયે લખ્યું કે, “મને લાગે છે ભારતમાં ગાંજાને કાયદેસર કરી દેવું જોઈએ. એક તો તે આપણી સંસ્કૃતિનો ભાગ છે અને બીજું જો ગાંજા (marijuana)ને લીગલ કરી દેવાય તો આવકનો નવો સ્ત્રોત ઊભો થઈ શકે છે. સાથે જ ગાંજા સાથે જોડાયેલી ગુનાખોરી પણ ઘટી જશે. સૌથી અગત્યની વાત કે મેડિકલ ક્ષેત્રે પણ ગાંજાની વેલ્યૂ ઘણી છે.”

મુંબઈ પોલીસે આપ્યો જવાબ


આ ટ્વિટ બાદ ઉદય ટ્રોલર્સના નિશાને આવી ગયો પરંતુ સૌથી રસપ્રદ બાબત રહી મુંબઈ પોલીસનો જવાબ. મુંબઈ પોલીસે ટ્વિટ કર્યું કે, “સર, ભારતના નાગરિક હોવાના કારણે પબ્લિક પ્લેટફોર્મ પર તમે તમારા વિચારો રજૂ કરવા માટે મુક્ત છો. પરંતુ યાદ રાખો કે હાલ ગાંજાનું સેવન કરવું, ગાંજો પાસે રાખવો કે તેની આયાત-નિકાસ પર NDPS એક્ટ, 1985 હેઠળ કડક સજા થઈ શકે છે. મહેરબાની કરીને આ મેસેજ લોકો સુધી પહોંચાડો.”

ટ્વિટને કારણે ટ્રોલ થાય છે ઉદય


જણાવી દઈએ કે, ઉદય ચોપડા અગાઉ પણ પોતાના ઘણા ટ્વિટ્સને લઈને ટ્રોલ થયો છે. હાલ ઉદય પોતાની પ્રોડક્શન કંપનીની હોલિવુડ બ્રાંચને સંભાળે છે.

No comments:

Pages