ટ્રોફી અને 10 લાખ રુપિયા ઈનામ

કલકત્તાના 7 વર્ષીય આલોક શૉએ ટીવીના પ્રખ્યાત રિયાલિટી શૉ ડાન્સ દિવાનેમાં જીત મેળવી છે. શનિવારના રોજ આલોક શૉને આ ટાઈટલની સાથે એક ટ્રોફી અને 10 લાખ રુપિયા ઈનામ પણ તરીકે મળ્યા. દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિત આ શૉની જજ હતી.
હેડ સ્પિનનો માસ્ટર

હેડ સ્પિનના માસ્ટર તરીકે ઓળખાતા 7 વર્ષના આલોકે ચાર વર્ષની ઉંમરથી ડાન્સ શીખવાની શરુઆત કરી દીધી હતી. માધુરીની સાથે આ શૉની જૂરીમાં શશાંક ખેતાન અને તુષાર કાલિયા પણ શામેલ હતા. આ શૉને અર્જુન બિજલાની હોસ્ટ કરી રહ્યો હતો.
પરિવારની સ્થિતિ
Congratulations to Aalok Shaw, who now has the title of the #DanceDeewane conferred upon him!@MadhuriDixit @Thearjunbijlani @ShashankKhaitan #TusharKalia pic.twitter.com/w5EA15fuqK— COLORS (@ColorsTV) September 16, 2018
આ શૉમાં આલોક શૉ અને તેના પરિવારની પરેશાનીથી માધુરી સહિત દરેક લોકો ભાવુક થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે પૂરમાં આલોકના ઘરને નુકસાન થયુ હતું. ત્યારપછી ડાન્સ દિવાનેની ટીમે કોલકાતામાં તેમના માટે એક નવું ઘર બનાવવાનો નિર્ણય કર્યો હતો.
No comments:
New comments are not allowed.