Latest

Wednesday, September 12, 2018

અમદાવાદઃ અસમાજિક તત્વોનો આતંક, પાર્કિંગમાં પડેલી ગાડીઓના કાચ તોડ્યા

તોફાની તત્વોનો આતંક


અમદાવાદઃ ન્યૂ રાણીપ વિસ્તારમાં કેટલાક અસમાજિક તત્વોએ વહેલી સવારે પાર્કિગમાં રહેલી કારના કાચ તોડી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

પાંચ કાર્સના કાચ તોડ્યા


મળી રહેલી માહિતી મુજબ બુધવારે વહેલી સવારે 4 વાગ્યે ચારથી પાંચ તોફાની તત્વો પાર્કિગમાં આવે છે. પાર્ક કરેલી પાંચ કારોના કાચ તોડી ત્યાંથી ફરાર થઈ જાય છે. વહેલી સવારે જ્યારે કાર માલિકે પાર્કિગમાં આવ્યા ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી છે.

પોલીસને સીસીટીવી ફૂટેજ સોંપાયા


આ ઘટનાની ફરિયાદ સાબરમતી પોલીસને કરી છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આપવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા આ અસમાજિક તત્વો સામે કડક પગલા લેવાની માંગણી કર છે.

No comments:

Pages