અવાજ પાછળ ક્રેઝી ફેન્સ

મિકા સિંહને કોણ નથી ઓળખતું? તેની સ્ટાઈલ અને અવાજ યુવાનોમાં ખૂબ જ ફેમસ છે. મિકાની હાજરીથી જ કાર્યક્રમ મસ્તીભર્યો બની જાય છે. મિકા પોતાના હિટ ગીતથી દુનિયાભરમાં ફેમસ તો છે જ પરંતુ તેની પાસે કેટલીક એવી મોંઘી વસ્તુઓ પણ છે. જેથી તેની લાઈફસ્ટાઈલ મોટા સેલેબ્સને પણ ઝાંખી પાડે તેવી છે.
ડાયમંડ ઘડિયાળ
Just bought a new customised diamond Rolex!! Only 10 Rolexs in India as of now!! Waheguru Di Mehar hai!! pic.twitter.com/hNtiKscRKa— King Mika Singh (@MikaSingh) October 23, 2013
તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ મિકા પાસે જે ઘડિયાળ છે. તેની કિંમત રણબીર કપૂર પહેરે છે તે ઘડિયાળ કરતાં પણ વધારે છે. મિકા પાસે ડાયમંડ રોલેક્સ ડેટજસ્ટ છે. જેની કિંમત 33 લાખ રુપિયા છે. મિકાના શોખ ખૂબ જ ચર્ચામાં રહે છે. આ પહેલા તેણે આખું જેટ પોતાના એકલા માટે જ બુક કરાવ્યું હતું. જેની લોકોએ ખૂબ ટીકા પણ કરી હતી. જો વાત કરવામાં આવે મિકાની ઘડિયાળની તો આ ઘડિયાળ ભારતમાં માત્ર દસ જ લોકો પાસે છે.
હમર એચ2
એક રિપોર્ટ અનુસાર મિકાની કુલ સંપત્તી આશરે 76 કરોડ રુપિયા છે. એક વર્ષમાં મિકા આશરે સાત કરોડ રુપિયા કમાય છે. મિકાએ બોલિવૂડમાં એન્ટ્રી તો દલેર મહેંદીના નાનાભાઈ તરીકે કરી હતી પરંતુ ગત દસ વર્ષમાં મિકા પોતાના સિંગિંગને કારણે દલેર મહેંદીથી પણ વધારે ફેમસ થયો છે. મિકા પાસે એક હમર એચ2 છે. જેની કિંમત 75 લાખ રુપિયા છે.બીએમડબલ્યુ

મિકા પાસે એક બીએમડબલ્યુ પણ છે. જેની કિંમત 82 લાખ રુપિયા છે.
એપાર્ટમેન્ટ

અંધેરીમાં મિકાનો એક એપાર્ટમેન્ટ છે. જેની કિંમત દસ કરોડ રુપિયા છે.
ફાર્મહાઉસ

ગુરુગ્રામનું ફાર્મહાઉસ ચાલીસ કરોડ રુપિયાની કિંમતનું છે.
No comments:
New comments are not allowed.