Latest

Sunday, September 16, 2018

સલમાને તેના બનેવીને કેટરિના સાથે રૉમાન્સ કરવાની પરમિશન ન આપી?

કેટરિના સાથે આયુષનો રોમાન્સથી ઈનકાર


સલમાનના જીજૂ આયુષ શર્માની ફિલ્મ ‘લવરાત્રી’ રિલીઝ માટે તૈયાર છે પરંતુ ડેબ્યૂ રિલીઝ પહેલા જ તે એક નવી કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ગયો છે. આયુષની પહેલી ફિલ્મ હજુ રિલીઝ પણ નથી થઈ અને તેણે મોટા સ્ટાર્સની જેમ પોતાનો એટીટ્યૂડ બતાવવાનું શરૂ કરી દીધું છે. મિડ ડેની એક રિપોર્ટ મુજબ આયુષ શર્માએ કેટરિના કૈફ સાથે એક્ટિંગ કરવાથી ઈનકાર કરી દીધો. આટલું જ નહીં કહેવાઈ રહ્યું છે કે કેટરિનાએ પણ આયુષ સાથે કામ કરવાથી ઈનકાર કરી દીધો. આ પાછળનું કારણ સલમાન ખાનને માનવામાં આવી રહ્યો છે, જાણો શું છે હકીકત…

આ છે સાથે કામ ન કરવાનું કારણ


સલમાનની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માએ કેટરિના સાથે એક્ટિંગ કરવાથી ઈનકાર કરી દીધો. તો કેટરિનાએ પણ આયુષ સાથે કામ કરવાથી ઈનકાર કર્યો. બંને એક-બીજા સાથે કામ કરવા તૈયાર નથી. બંને વચ્ચે કામને લઈને આ દૂર રહેવા પાછળ સલમાન ખાનને કારણ માનવામાં આવી રહ્યો છે. સલમાન અને કેટરિના ક્યારેક રિલેશનશીપમાં રહ્યા જેના કારણે આયુષ અને કેટરિના અસહજતાને લીધે એકસાથે કામ કરવા માટે તૈયાર નથી.

પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત આયુષ


હાલમાં સલમાન ખાન આયુષ અને એક્ટ્રેસ વરીના હુસૈન સાથે પોતાની આગામી ફિલ્મ ‘લવરાત્રી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે અપકમિંગ ફિલ્મ ‘લવરાત્રી’માં આયુષ સાથે વરીના હુસૈન પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.

લવરાત્રીથી બોલિવૂડમાં ડેબ્યૂ


આયુષ-વરીનાની અપકમિંગ ફિલ્મ ‘લવરાત્રી’ની વાત કરીએ તો આ રોમાંટિક ડ્રામા મૂવી છે. ફિલ્મમાં સલમાન ખાન ક્યાંય નજર નથી આવી રહ્યો પરંતુ શરૂઆતના સીન્સમાં તેણે વોઈસ ઓવર આપ્યો છે. અભિરાજ મીનાવાલાના નિર્દેશનમાં બનેલી ફિલ્મના પ્રોડક્શનનું કામ સલમાને ઉપાડ્યું છે. જણાવી દઈએ કે ‘લવરાત્રી’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે.અને આ ફિલ્મ 5મી ઓક્ટોબરથી થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે.


No comments:

Pages