Latest

Monday, September 17, 2018

જાણો, ગણપતિને શું કહીને બોલાવે છે SRKનો લાડલો અબરામ?

શાહરુખે શૅર કરી તસવીર


બોલિવૂડમાં પણ ગણપતિ બાપ્પાની ધૂમ મચી છે. બોલિવૂડ પણ ધૂમધામથી ગણપતિ પૂજા કરી રહ્યો છે. આ પહેલા ગણપતિ પૂજા અને વિસર્જન દરમિયાન અનેક સ્ટાર્સ ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતાં. હવે કિંગ ખાને ઘરમાં ગણપતિની એક તસવીર શૅર કરી છે. જોકે, આ તસવીરમાં ગણપતિ ઉપરાંત કંઈક ખાસ છે.

આપ્યું આવું કેપ્શન


શાહરુખે ગણપતિની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં ગણપતિની મૂર્તિ આગળ અબરામ ઉભો છે. આ તસવીર સાથે શાહરુખે કેપ્શન આપ્યું છે કે,’અમારા ઘરે ગણપતિ ‘પપ્પા’ આવ્યા છે. અબરામ તેને પપ્પા કહી બોલાવે છે’

ધામધૂમથી ઉજવે છે તહેવાર


કિંગ ખાન દરેક તહેવાર પરિવાર સાથે ધૂમધામથી ઉજવે છે. આ પહેલા શાહરુખે પોતાના ઘરે જન્માષ્ટમી દરમિયાન મટકીફોડ પણ ઉજવ્યો હતો. શાહરુખ ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઝીરો’માં પડદા પર જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ છે.

No comments:

Pages