Latest

Thursday, November 22, 2018

‘બધાઈ હો’ની ધમાલ, બૉક્સ ઑફિસ પર કરી 200 કરોડની કમાણી

200 કરોડે પહોંચ્યું ‘બધાઈ હો’નું વર્લ્ડવાઈડ કલેક્શન


આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રા સ્ટારર ફિલ્મ ‘બધાઈ હો’ વર્ષની સૌથી મોટી બ્લૉકબસ્ટર બનવા જઈ રહી છે. ઈન્ડિયન બૉક્સ ઑફિસ પર 100 કરોડનો આંકડો પાર કરનારી આ ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શન દ્વારા 200 કરોડની કમાણી કરી લીધી છે.

તોડ્યો ‘પદ્માવત’નો રેકોર્ડ


ફિલ્મની આ ઉપલબ્ધિ અંગે મેકર્સ અને સ્ટાર્સે પણ ખાસ પોસ્ટર ટ્વીટ કર્યું છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ ‘બધાઈ હો’એ પાંચમા વીકમાં સૌથી વધુ કમાણી કરવાના ‘પદ્માવત’ના રેકોર્ડને તોડી નાખ્યો છે.

રિલીઝના પાંચ વીક પછી પણ અડીખમ


આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ સ્ટાર્સની ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તા’ની રિલીઝ બાદ પણ ‘બધાઈ હો’એ બૉક્સ ઑફિસ પર પોતાની ચમક જળવી રાખી. ફિલ્મમાં આયુષ્માન અને સાન્યા ઉપરાંત નીના ગુપ્તા, ગજરાજ રાવ અને સુરેખા શિકરી લીડ રોલમાં છે. વિનીત જૈન દ્વારા પ્રોડ્યૂસ આ ફિલ્મ ‘જંગલી પિક્ચર્સ’ અને ‘ક્રોમ પિક્ચર્સ’ના બેનર હેઠળ બનાવવામાં આવી છે. ઓપનિંગ સાથે જ આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

એકદમ હટકે છે ફિલ્મની સ્ટોરી


આ ફિલ્મની અપીલ તેની હટકે કહાની છે. ‘બધાઈ હો’ એક એવા કપલની વાર્તા છે, જે રિટાયર્મેન્ટની ઉંમરમાં પેરેન્ટ્સ બનવાના છે. લગ્નની ઉંમરે પહોંચી ગયેલા તેમના પુત્રને આ વાતની જાણ થતા તે આઘાતની સ્થિતિમાં આવી જાય છે. જોકે, સમાજ અને પર્સનલ ઈમોશન્સ સાથે લડતા-લડતા છેલ્લે હેપ્પી એન્ડિંગ મેળવે છે.

No comments:

Pages