Latest

Thursday, November 22, 2018

બેંગલુરુમાં દીપવીરનું રિસેપ્શન, રૉયલ લુકમાં દેખાયું સ્ટાર કપલ

દીપિકાના પરિવાર તરફથી રિસેપ્શનનું આયોજન


બેંગાલુરુમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું વેડિંગ રિસેપ્શન શરૂ થઈ ગયું છે. આ ઑફ્ટર વેડિંગ પાર્ટીને પાદુકોણ પરિવારે ખાસ દોસ્તો તથા પરિવાર માટે રાખ્યું છે. આ રિસેપ્શન માટે સ્ટાર કપલ રૉયલ અંદાજમાં તૈયાર થયું, જેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.

રૉયલ લુકમાં દેખાયા દીપવીર


બેંગાલુરુમાં રિસેપ્શન માટે તૈયાર થયલું આ કપલ રૉયલ લુકમાં દેખાયું. રણવીરે બ્લેક શેરવાની પહેરી જેના પર ગોલ્ડન વર્ક હતું અને સાથે મેચિંગ શૂઝ પહેર્યા. બીજી તરફ દીપિકા પ્લેન ગોલ્ડન સાડીમાં દેખાઈ. આની સાથે જ તેણે ફુલ સ્વીવ્સનો બ્લાઉઝ પહેર્યો અને આ લુકને હેવી જ્વેલેરી સાથે મેચ કર્યો. તેણે જૂડામાં ગજરો પણ લગાવ્યો. આ ક્લાસિક લુકમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની પોપ્યુલર સ્માઈલે આ લુકને વધુ સુંદર બનાવી દીધો.

શાનદાર અંદાજમાં કરી એન્ટ્રી


રિસેપ્શનના વેન્યૂ પર રણવીર અને દીપિકા વચ્ચેને પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. બંને હાથમાં હાથ પરોવી સ્ટેજ પર પહોંચ્યા. રણવીરે દીપિકાનો પાલવ સંભાળ્યો અને તેને સ્ટેજ પર પહોંચવામાં મદદ કરી. દીપિકા આખી ઈવેન્ટ દરમિયાન ચહેરા પર સ્માઈલ સાથે દેખાઈ.

લીલા પેલેસમાં યોજાયું ફંક્શન


જણાવી દઈએ કે, રિસેપ્શન ફંક્શન બેંગાલુરુની લીલા પેલેસ હોટલમાં રાખવામાં આવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે, આ દીપિકાની ફેવરેટ જગ્યા છે. રિસેપ્શનમાં સર્વ થનારું મોટાભાગનું ફૂડ સાઉથ ઈન્ડિયન હશે. આના માટે દીપિકાની માતા ઉજ્જલા પાદુકોણે વેન્યૂ પર જઈને ટેસ્ટિંગ પણ કર્યું હતું.

વટ પડે છે બાકી


આ ચમક ઘણું કહી જાય છે


ગજબ લાગી રહ્યું છે સ્ટાર કપલ


અઢળક ખુશીઓ


જરા સંભાલ કે


કોઈની નજર ન લાગે


ભવ્ય લોકેશન

પત્ની સાથે પહોંચ્યો અનિલ કુંબલે


પ્રસાદે પણ આપી હાજરી


ગ્લેમરસ અવતારમાં બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ


બિઝનેસમેન પણ રહ્યાં હાજર




No comments:

Pages