મોદી સરકારનું મોટું ટેન્શન હળવું થયું

સજીવ ચૌધરી, નવી દિલ્હી: આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો મોદી સરકારને મોટી રાહત આપી શકે છે. બુધવારે આ કિંમતો 40 દિવસોના સૌથી નીચા સ્તર 65 ડોલર પ્રતિ બેરલ પર રહી. ઉલ્લેખનીય છે કે, ક્રૂડ ઓઈલની કિંમત 86 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી પહોંચી ગઈ હતી. એવામાં ક્રૂડની કિંમતોમાં ઘટાડો થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે, તેનાથી મોદી સરકારને ઘણા પ્રકારના દબાણોમાંથી મુક્તિ મળશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો
ઈરાન પર પ્રતિબંધો, પણ ભારતને અપાઈ છે છૂટ

અમેરિકા દ્વારા ઈરાન પર તાજેતરમાં લગાવાયેલા પ્રતિબંધો બાદ તેનો પ્રભાવ ક્રૂડની કિંમતો પર પડવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે ,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 8 દેશોને આ પ્રતિબંધોથી અસ્થાયી છૂટ આપી દીધી.
ઈરાન પર પ્રતિબંધોની કૂડની કિંમતો પર ન થઈ અસર

તે ઉપરાંત આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. એવામાં ઈરાન પર અમેરિકાના પ્રતિબંધ લાગુ થયા બાદ પણ આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થયો છે.
ક્રૂડની કિંમતો ઘટવાથી ભારતે થશે આ ફાયદો

ભારતના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓને જોતાં ક્રૂડની કિંમતોમાં ઘટાડો મોદી સરકાર માટે મોટી રાહતનો સંકેત માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમતો અને ડોલરની સરખામણીએ રૂપિયાની નબળી સ્થિતિને લઈને છેલ્લા કેટલાક સમયથી સતત દબાણમાં હતી. એવામાં ક્રૂડની કિંમતો ઘટવાથી ભારતનું ક્રૂડ આયાત બિલ ઓછું થશે. તે સાથે જ ભારતનો કરંટ અકાઉન્ટ ડેફિસિટ (CAD) પણ ઘટશે.
No comments:
New comments are not allowed.