ફરી ચર્ચામાં આવ્યો સિગ્નેચર બ્રિજ

દિલ્હીમાં નવનિર્મિત સિગ્નેચર બ્રિજ પર કિન્નરોએ નિવસ્ત્ર થઈને અશ્લિલ ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યાર બાદ પોલીસે વાઈરલ થયેલ વીડિયોને આધારે પોલીસે અશ્લીલતા ફેલાવવાનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં પોલીસે ચાર કિન્નરોની ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
કિન્નરોએ કર્યો નગ્ન ડાન્સ
વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કિન્નર સિગ્નેચર બ્રિજ પર પોતાના કપડા ઉતારીને ડાન્સ કરી રહ્યા છે. જ્યારે રાહદારીઓ તેમને જોઈ રહ્યા છે.સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ
આ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે આ ઘટના બાદ સિગ્નેચર બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. તેમજ ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.બ્રિજના ઉદ્ધાટનમાં ભાજપ-કોંગ્રેસ નેતા વચ્ચે લડાઈ

આ પહેલા સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન સમારોહના દિવસે આપ નેતા અને બીજેપી નેતા મનોજ તિવારી વચ્ચે ધક્કા-મુક્કીના કેસમાં ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2QMGqq2
No comments:
New comments are not allowed.