INS અરિહંતે પહેલું પેટ્રોલિંગ અભિયાન પુરું કર્યું

નવી દિલ્હી: દેશની પહેલી પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંતે સોમવારે પોતાનું પહેલું પેટ્રોલિંગ અભિયાન પુરું કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ આઈએનએસને દેશને સમર્પિત રતા તેને ધનતેરસની ભેટ જણાવી. પીએમ મોદીએ કહ્યું કે, ‘અરિહંતનો અર્થ છે, દુશ્મનને નષ્ટ કરવા.’ તેમણે કહ્યું કે, આઈએનએસ અરિહંત સવા સો કરોડ ભારતીયો માટે સુરક્ષાની ગેરંટી જવું છે. પીએમએ કહ્યું કે, ‘આ આપણા માટે મોટી ઉપલબ્ધિ છે. તે ભારતના દુશ્મનો અને શાંતિના દુશ્મનો માટે ખુલ્લો પડકાર છે કે તે કોઈ દુ:સાહસ ન કરે. તે ન્યૂક્લિયર બ્લેકમેલિંગનો જવાબ છે.
દરિયામાંથી પરમાણુ હુમલાના મોરચે પાછળ હતું ભારત

આઈએનએસ અરિહંત પાણી, જમીન અને આકાશમાં પ્રહાર કરવામાં સક્ષમ છે. તેને ન્યૂક્લિયર ટ્રાયડ પણ કહેવાય છે, એટલે કે ત્રણ સ્તરો પર પરમાણુ સુરક્ષા. ભારતની પાસે જમીન પરથી લાંબા અંતરના લક્ષ્યોને નિશાન બનાવનારી અગ્નિ મિસાઈલો ઘણી પહેલેથી જ હતી. તે ઉપરાંત, ન્યૂક્લિયર વોરહેડ લઈ જવામાં સક્ષમ ફાઈટર એરક્રાફ્ટ્સ પણ હતા. માત્ર દરિયામાંથી પરમાણુ હુમલાના મોરચા પર આપણે પાછળ હતા.
કેમ જરૂરી હતું અરિહંત?

પીએમ મોદીએ ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે, આપણા પડોશમાં પરમાણુ હથિયારોના વધારા વચ્ચે દેશમાં વિશ્વાસપાત્ર પરમાણુ ક્ષમતા ઘણી જરૂરી છે. અરિહંત દ્વારા આપણે પડકારોનો સામનો કરવા સક્ષમ બનીશું અને જડબાતોડ જવાબ આપી શકીશું. અરિહંત સવા સો કરોડ દેશવાસીઓ માટે સુરક્ષાની ગેરંટી જેવું છે.
PM મોદીએ પડોશીઓને આપી ગર્ભિત ચીમકી
It is a fitting response to those indulging in nuclear blackmail, credible nuclear deterrence is the need of the hour: PM Narendra Modi on INS Arihant returned from its first deterrence patrol, completing the establishment of the country's nuclear triad pic.twitter.com/S6BFAIZHDq— ANI (@ANI) November 5, 2018
ન્યૂક્લિયર ટ્રાએન્ગલની સ્થાપના પર પીએમ મોદીએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ આઝાદને યાદ કર્યા. સાથે જ તેમણે અરિહંત સાથે જોડાયેલા દળોને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, ‘ભારત કોઈને છેડતું નથી, પરંતુ કોઈ ભારતને છેડે તો તેને છોડતું નથી. આપણું પરમાણુ પ્રસાર આક્રમણનો ભાગ નથી, પરંતુ સુરક્ષાનું ઉપકરણ છે. શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે આપણી પરમાણુ ક્ષમતા ઘણું મહત્વ રાખે છે.’ પીએમ મોદીએ કહ્યું કે, ‘વિશ્વ શાંતિ માટે ભારતનું યોગદાન આગળ પડતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે. દુનિયા જાણે છે અને તેને વિશ્વાસ છે કે ભારત એક જવાબદાર પરમાણુ રાષ્ટ્ર છે. તમારી સુરક્ષા નિર્ભયતાનો સંદેશ લઈને આવે છે. હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.’
INS અરિહંતની વિશેષતા

– પાણી, જમીન અને આકાશમાં પરમાણુ મિસાઈલ છોડવામાં સક્ષમ
– 6000 ટન છે તેનું વજન
– અરિહંતમાં 750 કિમી અને 3500 કિમીની મિસાઈલો સામેલ
– કલામના નામ પર મિસાઈલોને મળ્યું કોડનેમ ‘K’
– 15 મિસાઈલો 750 કિમી સુધી પ્રહાર કરવામાં સક્ષમ
– 4 બેલેસ્ટિક મિસાઈલો કરશે 3,500 કિમી સુધી પ્રહાર
No comments:
New comments are not allowed.