સોના અને ચાંદીના મોદી-વાજપેઈ

સુરતઃ દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ અવસર પર લોકો સોના અને ચાંદીના દાગીના અથવા તેનાથી બનેલી વસ્તુઓ ખરીદે છે, જેથી સમગ્ર વર્ષ આનંદ અને સંપન્નતા બની રહે. ધનતેરસ દિવાળી પહેલાનો એક મોટો તહેવાર છે. ધનમાં વૃદ્ધિ તથા સુખ અને સમૃદ્ધિ માટે આ દિવસે ખાસ ખરીદદારીનું વિશેષ મહત્વ છે. તેવામાં સુરતમાં એક જ્વેલરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈની તસવીરો વાળી સોના અને ચાંદીના બિસ્કિટ બજારમાં ઉતાર્યા છે જે ગ્રાહકોમાં ઝડપથી લોકપ્રિય બન્યા છે.
સુરતના જ્વેલર્સે ઉતાર્યા સોનાના મોદી બિસ્કીટ
Gujarat: A jewellery shop in Surat is selling gold&silver bars with faces of PM Modi&former PM Atal Bihari Vajpayee engraved on them.A customer says,"Lord Laxmi&Ganesh are worshiped on every #Diwali &PM Modi is also like God to us.This year I'll buy these bars & worship Modi Ji." pic.twitter.com/aSyUuWjfXO— ANI (@ANI) November 4, 2018
સોનાના આ બિસ્કીટમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેઈ અને પીએમ મોદીની છબી રાખવામાં આવી છે. જ્વેલર્સ દ્વારા 1 ગ્રામથી લઈને 1 કિલો સુધીના આ બિસ્કીટ બજારમાં ઉતારવામાં આવ્યા છે. જેને લઈને ગ્રાહકોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો.
ગણેશજી સાથે મોદીની પણ કરશે પૂજા!
એક ગ્રાહકે જણાવ્યુ કે, દરેક દિવાળીના અવસરે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમારા માટે ભગવાન છે. આ વર્ષે હું આ બિસ્કીટને ખરીદીશ અને મોદીજીની પૂજા કરીશ.
from Page Array – I Am Gujarat https://ift.tt/2PI9Ic4
No comments:
New comments are not allowed.