Latest

Monday, November 5, 2018

આ સરળ રીતે ઘરે બનાવો ખસ્તા કચોરી, એકવાર ખાશો તો પછી ક્યારેય બહારથી લાવવાનું મન નહિ થાય

ખસ્તા કચોરીઃ


કચોરીનું નામ પડે એટલે ચાટ ખાવાના શોખીનોના મોંમાં પાણી આવી જાય. ખસ્તા કચોરી એ ઈન્ડિયાનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આપણે પણ મન થાય ત્યારે બહારથી જ કચોરી મંગાવી લેતા હોઈએ છીએ. પરંતુ આજે અમે તમારી સાથે ખસ્તા કચોરીની રેસિપી શેર કરવા જઈ રહ્યા છીએ જેનાથી અડધો જ કલાકમાં ખસ્તા કચોરી તૈયાર થઈ જશે. આ રેસિપીથી ઘરે કચોરી બનાવશો તો પછી ક્યારેય બજારમાંથી મંગાવાનું મન નહિ થાય.

સામગ્રીઃ


1 કપ મેંદો
અડધો કપ મગની દાળ
1 ચપટી હીંગ
પા ચમચી ઝીણા સમારેલા લીલા મરચા
પા ચમચી ગરમ મસાલા પાવડર
2 ચમચી આમચૂર પાવડર
1 કપ તેલ
2 ચમચી ઓગળેલુ ઘી
ત્રણ ચમચી દહીં
અડધી ચમચી જીરુ
પા ચમચી છીણેલુ આદુ
પા ચમચી ધાણાજીરુ
અડધી ચમચી લાલ મરચા પાવડર
1 મોટી ચમચી બેસન
સ્વાદાનુસાર નમક

સ્ટેપઃ1


એક વાડકામાં મેંદો, ચણાનો લોટ અને ઘી મિક્સ કરો. તેમાં થોડુ નમક અને પાણીી ઉમેરો. તેમાંથી કડક લોટ બાંધો. તેના નાના લૂઆ પાડી સાઈડમાં મૂકી દો. એક પેનમાં તેલ કાઢીને મધ્યમ તાપે ગરમ કરો. તેલ ગરમ થાય એટલે જીરુ અને હીંગ નાંખી તતડવા દો. ત્યાર પછી તેમાં મગની દાળ નાંખી 1 મિનિટ સુધી ગરમ થવા દો.

સ્ટેપઃ 2


લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, ગરમ મસાલો, ચણાનો લોટ, લાલ મરચાનો પાવડર, આમચૂર, ધાણાજીરુ અને મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરો અને 5થી 6 મિનિટ તેને ચડવા દો.

સ્ટેપ 3


લૂઆને મધ્યમ સાઈઝના વણો અને તેમાં આ માવાની 2 કે 3 ચમચી વચ્ચે ઉમેરો. ત્યાર પછી લૂઓ વાળી લો અને ફરી વણો. અંદરનો માવો બહાર ન આવે તેનું ધ્યાન રાખો.

સ્ટેપ 4


તળવાના પાત્રમાં તેલ મધ્યમ ગેસ પર ગરમ કરો. કચોરી બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગની થાય અને ફૂલી જાય ત્યાં સુધી તળો. વધારાનું તેલ કાઢીને કચોરીને બહાર કાઝી લો. પીરસતી વખતે કચોરીની વચ્ચોવચકાણુ પાડો. તેમાં ફીણેલુ 2થી 3 ચમચી દહીં ઉમેરો.

સ્ટેપ 5


કચોરીમામં ગ્રીન ચટણી, દહી, આમલીની ગળી ચટણી, લાલ મરચુ, ડુંગળી, ધાણા જીરુ પાવડર, ઝીણી સમારેલી કોછમીર ભભરાવી સજાવો. ઉપર બૂંદી કે સેવ નાંખી પીરસો.


No comments:

Pages