Latest

Friday, November 23, 2018

જુઓ, સલમાને મોદીના મંત્રી સાથે ચલાવી સાઈકલ

કેન્દ્રીય મંત્રી સાથે સાયકલ સવારી

ઈટાનગરઃ બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનો ફરી એક વખત અરૂચલપ્રદેશનો પ્રેમ જોવા મળ્યો છે. સલમાન હાલમાં તેની આવનારી ફિલ્મ ભારતની શુટિંગમાં વ્યસ્ત છે. પરંતુ, આ વ્યસ્ત શુટિંગ વચ્ચે પણ સલમાન ખાને ગુરુવારે અરૂણાચલ પ્રદેશના મેચુકામાં આયોજિત એક એડવેન્ચર ફેસ્ટિલમાં ભાગ લીધો હતો. જેમાં તેણે માઉન્ટન બાયસિકલ રેસનું ઉદ્દઘાટન કર્યું હતું. આ રેસ દરમિયાન અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ સાથે સાયકલ ચલાવી હતી.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે અહી ક્લિક કરો

10 કિમી સુધી સાયકલ સવારી


આ ફેસ્ટિવલમાં સલમાન ખાન અરૂણાચલ પ્રદેશના પારંપરિક પરિધાનમાં જોવા મળ્યો હતો. પોતાની પસંદગીના સ્ટારને જોવા માટે આસપાસમાંથી લોકો ઉમટી પડ્યા હતા. ફિલ્મ ટ્યુબલાઈટના બાળ કલાકાર માર્ટિન રે પણ અહીં સલમાન સાથે હાજર હતા. આ પછી સલમાને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ અને સીએમ પેમા ખાંડુએ આ સાયકલ રેસનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પછી ત્રણેય લોકોએ 10 કિમી સુધી સાયકલ સવારી કરી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

પંજાબથી અરૂણાચલ પહોંચ્યો સલમાન


સલમાન ખાન ગુરુવારે સવારે અસમના ડીબ્રુગઢ એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ તેમનું સ્વાગત કર્યું હતું. પંજાબમાં સલમાન પોતાની આવનારી ફિલ્મ ભારતનું શુટિંગ કરી ચાર્ટડ વિમાનથી ડીબ્રુદઢ પહોંચ્યો હતો. ત્યાંથી તે અરૂણાચલના મેચુકા ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે રવાના થયો હતો. અગાઉ સલમાને કહ્યું હતું કે, હું ક્યારે અરૂણાચલ પ્રદેશ ગયો નથી. પણ મને ખ્યાલ નથી કે, શા માટે અરૂણાચલ પ્રદેશને હું પસંદ કરું છું? ઘણા લાંબા સમયથી અરૂણાચલ પ્રદેશ જવાની મને ઈચ્છા હતી. માર્ટિન રે અરૂણાચલ પ્રદેશનો રહેવાસી છે.

અગાઉ પણ અરૂણાચલ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી


આ પહેલા પણ સલમાન ખાને અરૂણાચલ પ્રદેશ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ, કોઈને કોઈ કારણોસર અહીં જવાની વ્યવસ્થા થઈ ન હતી. માર્ટિને પણ સલમાનને ઈટાનગર આવવા માટે કહ્યું હતું. અરૂણાચલ પ્રદેશના પહાડી વિસ્તાર, નદીનળા અને ઝરણાઓ તેમને આકર્ષિક કરે છે.

No comments:

Pages