Latest

Monday, November 19, 2018

શિયાળો આવી ગયો છે ત્યારે રાત્રે કે વહેલી સવારે ગરમ ચા સાથે મજા લો સિંધી પકોડાની

શિયાળામાં આ આઇટમ મોઢાં પાણી લાવશે


શિયાળાની ઋતુ હોય તો ચા-કૉફી સાથે ગરમાગરમ ભજીયાં કે દાળવડાં જમાવટ કરે છે. પણ આ વખતે શિયાળામાં ભજીયા-દાળવડાથી આગળ વધીને સિંધી પકોડાની મજા લો. ચા સાથે ગરમાગરમ સિંધી પકોડા તમારો સ્વાદ અને મજા બંનેને બમણા કરી દેશે. ત્યારે જાણી લો કેવી રીતે બનાવશો આ ઇન્સ્ટન્ટ ટેસ્ટી પકોડા
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

જોઈતી સામગ્રી


250 ગ્રામ બેસન
10 ગ્રામ કોબી સમારેલી
10 ગ્રામ કોલી ફલાવર સમારેલું
200 ગ્રામ કાંદા સમારેલ
3-4 લીલા મરચાં
1 ગાજર છીણેલું
1 ટીસ્પૂન દાડમ
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર
મીઠું સ્વાદ પ્રમાણે
તેલ તળવા માટે

બનાવવાની રીત


સિંધી પકોડા બનાવવા માટે બધી જ સામગ્રી મિક્સ કરો તેનું ઘટ્ટ ખીરું બનાવો. એકબાજુ ગેસ પર તેલ ગરમ કરવા મૂકવું. જ્યારે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આ ઘોરવામાંથી ભજીયા તળવા મૂકવા. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ભજીયાને તળી લો. જો તમને થોડા વધુ ક્રીસ્પી ભાવતા હોય તો 2 મિનિટ વધુ રહેવા દો. બસ પછી તૈયાર છે તમારા ટેસ્ટી સિંધી પકોડા.
રેસિપી સૌજન્યઃ sindhirasoi.com



No comments:

Pages