રવીના ટંડન મુઝફ્ફરપુરની મુલાકાતે આવી હતી

બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોર્ટના આદેશ પર રવીના ટંડન વિરુધ્ધ બિહારના મુઝફ્ફરપુરમાં રોડ ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 12 ઓક્ટોબર 2018ના રોજ રવીના ટંડન મુઝફ્ફરપુરની મુલાકાતે આવી હતી અને તેના લીધે ત્યાંનાં ટ્રાફિકમાં અડચણ ઊભી થઈ હતી તે અંગે વકીલ સુધીર કુમાર ઓઝાએ ફરિયાદ નોંધાવી હતી.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
રવીનાના આગમનથી ટ્રાફિકમાં સમસ્યા ઊભી થઈ હતી

બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન એક હોટલના ઉદ્ઘાટન માટે મુઝફ્ફરપુર આવી હતી, તેના કારણે રસ્તા પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો અને લોકો પણ ટ્રાફિકમાં ખૂબ જ હેરાન થયા હતા. આ અંગે સુધીર નામના એક વકીલે રવીના ટંડન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને સાથે-સાથે હોટલના માલિક વિરુધ્ધ પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટ્રાફિક જામના કારણે સ્થાનિકે ફરિયાદ નોંધાવી

બોલિવૂડ અભિનેત્રી વિરુધ્ધ ફરિયાદ નોંધાવનાર સુધીરે કોર્ટને એવું નિવેદન કર્યું છે કે રવીના ટંડન વિરુધ્ધ તેમની આ ફરિયાદની ગંભીર નોંધ લેવામાં આવે અને એટલે જ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દીપક કુમારે કાજી મોહમ્મદપુર પોલીસ સ્ટેશનને રવીના ટંડન વિરુધ્ધ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.
No comments:
New comments are not allowed.