Latest

Thursday, November 15, 2018

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ આ રહ્યો સમગ્ર શેડ્યુલ

કેપ્ટન કોહલી ટીમમાં પરત ફરશે

તા. 21 નવેમ્બરના રોજ ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ શરૂ થશે. આશરે બે મહિના સુધી ચાલનારા આ પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ T20 ઈન્ટરનેશન, ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વન ડે મેચ રમશે. ઓસ્ટ્રેલિયા સાથેની આ ટુર્નામેન્ટની શરૂઆત T-20 મેચથી થશે. ત્યાર બાદ ચાર ટેસ્ટ મેચ શરૂ થશે અને પછી ત્રણ વન ડે મેચ રમવામાં આવશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં t-20 સીરીઝમાં વિરામ લીધા બાદ કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની મેચથી ટીમમાં પરત ફરશે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

આ રહ્યો શેડ્યુલ

મેચ મેદાન તારીખ સમય
ભારત Vs ઓસ્ટ્રેલિયા, પ્રથમ T20 બ્રિસબેન 21 નવેમ્બર બપોરે 1.20 વાગ્યે
ભારત Vs ઓસ્ટ્રેલિયા, બીજી T20 મેલબોર્ન 23 નવેમ્બર બપોરે 1.20 વાાગ્યે
ભારત Vs ઓસ્ટ્રેલિયા, ત્રીજી T20 સિડની 25 નવેમ્બર બપોરે 1.20 વાગ્યે
ભારત Vs ઓસ્ટ્રેલિયા, પ્રથમ ટેસ્ટમેચ એડિલેડ 6-10 ડીસેમ્બર સવારે 5.30 વાગ્યે
ભારત Vs ઓસ્ટ્રેલિયા, બીજી ટેસ્ટમેચ પર્થ 14-18 ડીસેમ્બર સવારે 7.50 વાગ્યે
ભારત Vs ઓસ્ટ્રેલિયા, ત્રીજી ટેસ્ટમેચ મોલબોર્ન 26-30 ડીસેમ્બર સવારે 5.00 વાગ્યે
ભારત Vs ઓસ્ટ્રેલિયા, ચોથી ટેસ્ટમેચ સિડની 3-7 જાન્યુઆરી સવારે 5.00 વાગ્યે
ભારત Vs ઓસ્ટ્રેલિયા, પ્રથમ વન-ડે સિડની 12 જાન્યુઆરી (ડે-નાઈટ) સવારે 7.50 વાગ્યે
ભારત Vs ઓસ્ટ્રેલિયા, બીજી વન-ડે એડિલેડ 15 જાન્યુઆરી (ડે-નાઈટ) સવારે 8.50 વાગ્યે
ભારત Vs ઓસ્ટ્રેલિયા, ત્રીજી વન-ડે મોલબોર્ન 18 જાન્યુઆરી (ડે-નાઈટ) સવારે 7.50 વાગ્યે

ભારતીય ટીમ ફોર્મમાં

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સિરિઝમાં વિજય મેળવ્યો હતો. જેમાં રોહિત શર્માએ સુકાની પદ સંભાળ્યું હતું. પરંતુ. હવે ભારતીય ટીમની ખરી કસોટી શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમેચમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત એક પણ મેચ જીત્યું નથી. જોવાનું એ રહે છે કે, સમગ્ર ટુર્નામેન્ટમાં ભારત કેટલી મેચ જીતે છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2zRV20n

No comments:

Post a Comment

Pages