મોડા ઊઠે છે તેમને પ્રેમ મળતો નથી

તમને એ વાતનો ખ્યાલ તો હશે જ કે સવારે ઊઠવાના ઘણાં ફાયદાઓ છે. પરંતુ, ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે લોકો મોડા ઊઠે છે તે લોકોને જીવનમાં પ્રેમ મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. અને મોડા ઊઠવાવાળા બહુ ઓછા લોકોના જ લગ્ન સંભવિત બની શકે છે અને તેઓને તેમનું જીવન એકલા-એકલા પસાર કરવું પડે છે. કારણકે જે લોકો સવારે વહેલા ઊઠે છે તેઓ વધુ ખુશ અને સ્વસ્થ રહે છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
વહેલા ઊઠવાથી તણાવમાં ઘટાડો થાય છે

મનોવૈજ્ઞાનિક ડોક્ટર જણાવે છે કે સવારે જલદી ઉઠવાનો ફાયદો એ છે કે દિવસના તમામ અધૂરા રહી ગયેલા કામો દિવસના અંત સુધી જલદી પૂર્ણ થઈ જાય છે. આ સાથે જ સવારે વહેલા ઊઠવાથી તમે પોતાને પણ પૂરતો સમય આપી શકો છો. સવારે ઊઠીને પુસ્તક વાંચવું, યોગ અને કસરત કરવી જેવા કામો ઉત્સાહથી થઈ શકે છે. સવારે વહેલા ઊઠવાથી વ્યક્તિના તણાવમાં પણ ઘટાડો થાય છે.
વહેલા ઊઠવું એ કોઈ અઘરું કામ નથી

જે વ્યક્તિ સવારે વહેલા ઊઠે છે તેમની લવ લાઈફ પણ સારી હોય છે. સવારે વહેલા ઊઠવાની અસર તમારા દિવસ દરમિયાનના મૂડ પર પણ જોવા મળે છે. સૂર્યની સાથે જ સવારે વહેલા ઊઠવાથી તમારા શરીરમાં લય આવે છે. આ મનોવૈજ્ઞાનિકનું કહેવું છે કે આપણે પ્રાકૃતિકરૂપે સવારે જેવો પ્રકાશ પડે ત્યારે જ ઊઠવું જોઈએ અને સાંજે જેવું અંધારુ થાય કે તરત જ ઊંઘી જવું જોઈએ. સવારે વહેલા ઊઠવું એ કોઈ અઘરું કામ નથી.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2DCwCMI
No comments:
Post a Comment