ધોનીના અસંખ્ય ફેન્સ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની મેદાન પર હોય કે મેદાન બહાર હંમેશા કંઈક એવું કરે છે કે મીડિયાની નજર તેના પર પડી જ જાય છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રલિયા સામે ટી20 સીરિઝમાં ધોનીને આરામ આપવામાં આવ્યો હોવાથી આજકાલ તે પરિવાર સાથે સમય વીતાવી રહ્યો છે. આ સિવાય ઘણા વ્યવસાયિક કાર્યક્રમોમાં પણ ધોની જોવા મળે છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
નાનકડા ફેન સાથે મુલાકાત
RT msdfansofficial: Man with Golden Heart.
Just look at the way, he is adoring his little fan.
msdhoni SaakshiSRawat#MSDhoni #Dhoni #mahiway pic.twitter.com/WpByIlp0hi— DASA
(@dasa_____) November 13, 2018
એમ.એસ. ધોનીના દુનિયાભરમાં કરોડો ફેન્સ છે. ધોનીના ફેન લિસ્ટમાં બાળકોથી લઈને વૃદ્ધો સામેલ છે. ધોનીનો એક આવો જ નાનકડો ફેન તેને એરપોર્ટ મળ્યો. ધોનીએ પણ ફેનને નિરાશ ન કર્યો અને તેની સાથે સારી રીતે વાત કરી. ધોનીએ કારમાં બેઠા-બેઠા જ ફેનની વાતને ધ્યાનથી સાંભળી અને તેની સાથે હાથ મિલાવ્યો. પોતાના ફેવરિટ ક્રિકેટરને મળીને આ નાનકડો ફેન ખૂબ ખુશ હતો.
દિવ્યાંગ બાળકને આપી હતી ખુશી

આવું પહેલીવાર નથી બન્યું કે ધોની પોતાના ફેન્સના ચહેરા પર સ્માઈલ લાવ્યો હોય. વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચમી વન ડે મેચ વખતે હોટલની બહાર એક દિવ્યાંગ બાળક ધોનીની રાહ જોઈને બેઠો હતો. ધોની આ બાળકને મળ્યો તેની સાથે વાતો કરી અને તસવીર પણ ખેંચાવી. દર વખતે ધોનીના ઉમદા વ્યવહારના વખાણ થયા છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2qH6wj4

No comments:
Post a Comment