Latest

Sunday, November 25, 2018

મોટા મ્યુચ્યુઅલ ફંડ હંમેશા સારા હોય તે જરૂરી નથી



66677410

ધિરેન્દ્ર કુમાર, સીઈઓ, વેલ્યુ રીસર્ચ

લોકો સાહજીક રીતે એવું માનતા હોય છે કે મોટી દુકાન અથવા મોટી રિટેલ ટેઇન અથવા એક મોટું અખબાર બીજાની સરખામણીમાં વધારે સારી વસ્તુ કે સેવા પુરી પાડે છે. તેની પાછળનો તર્ક એવો હોય છે કે જો ગ્રાહકો ખુશ હશે તો જ કોઈ બિઝનેસ મોટો થઈ શકે. આ બાબત કદાચ સાચી હોઈ શકે અને કેટલીક વખત સાચી ન પણ હોય.

જોકે, મ્યુચ્યુઅલ ફંડને નિસ્બત છે ત્યાં સુધી તે ચોક્કસપણે સત્યથી ઘણું દુર છે. ઘણા બધા રોકાણકારો એવું માને છે કે ઊંચું વળતર મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડનું કદ મહત્વનું હોય છે. આના સંદર્ભમાં જોઈએ તો કદનો અર્થ નાણાં થાય છે જે મેનેજ કરવા માટે ફંડ મેનેજર્સ પાસે હોય છે. આ માન્યતા માટે કોઈ વાસ્તવિક આધાર નથી. એવું કોઈ બુનિયાદી કારણ નથી જે સાબિત કરે કે મોટું ફંડ નાના ફંડની તુલનાએ સારૂં છે.

એક નાનું ફંડ સમાન પ્રકારના મોટા ફંડની સરખામણીએ સારો ટ્રેક રેકર્ડ ધરાવતો હોય તો તમામ સંજોગોમાં રોકાણકારોએ નાના ભંડોળની પસંદગી કરવી જોઈએ. રોકાણકારો આ માન્યતાને ફક્ત એટલા માટે પકડી રાખે છે કે મોટું એટલું સારૂં હોય એવું ધારી લેવામાં આવે છે.

શું આ વિચારને કોઈ વાસ્તવિક સમર્થન મળે છે? આ બાબતમાં વેલ્યુ રીસર્ચના આંકડા દર્શાવે છે કે નાના ફંડની સરખામણીએ મોટું ફંડ સંબંધિત રીતે સારો દેખાવ કરે છે. જો કે, તે એક ઘણો નાનો અને અસંગઠિત ટ્રેન્ડ છે. આ સેક્ટરમાં ઘણા ખરાબ દેખાવ કરનારા મોટા ફંડ છે અને સારામાં સારો દેખાવ કરનારા ઘણા નાના ફંડ પણ છે.

એક રોકાણકાર તરીકે તમે ચોક્કસપણે આવી ગુંચવણ ભરેલી માન્યતામાં ફસાઈ ના શકો. જે ફંડ સારો દેખાવ કરવાનો લાંબા ગાળાનો ટ્રેક રેકર્ડ ધરાવતું હોય તે મોટું થાય છે કેમ કે વધુને વધુ રોકાણકારોના નાણાં તેમાં ઉમેરાય છે, અને આ નાણા વૃદ્ધિ પામવામાં લાંબો સમય લે છે. તેઓ સારા છે તેથી સ્વાભાવિક રીતે જ મોટા બને છે.

તો શું તે કોઈ વ્યક્તિગત રોકાણકાર ફંડની પસંદગી કરવાના મુદ્દાથી તદ્દન વિરોધી સત્ય છે? તમે કોઈપણ લાર્જ ફંડની પસંદગી કરી ના શકો અને એમ ના કહી શકો કે તે મોટું છે એટલે ચોક્કસપણે સારૂં છે. સારો દેખાવ કરવા ઉપરાંત એવા ઘણા બધા પરિમાણો હોય છે જે તેને મોટું બનાવે છે અથવા નાનું જ રાખે છે. વાસ્તવમાં મોટી ફંડ કંપનીઓનો માર્કેટિંગ પાવર અથવા ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ સુધીની તેની પહોંચ સૌથી મોટું કારણ છે. અન્ય પરિબળો પણ હોઈ શકે છે.

ઉદાહરણ તરીકે, એવા ઘણા બધા ઈક્વિટી ફંડ્ઝ છે તેઓ પહેલાં દિવસથી જ મોટા બન્યા હતાં કારણ કે તેમના પ્રારંભે બજારમાં ટોચ પર ભારે પ્રચાર ધરાવતો એનએફઓ હતો. તેમાના ઘણાનો દેખાવ ઘણો નબળો રહ્યો હતો તેમ છતાં હજું પણ તે મોટા છે.

વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે ફંડ ઉદ્યોગમાં ઘણા નાના ઈક્વિટી ફંડ છે જેમણે લાંબા ગાળા સુધી સારો દેખાવ નોંધાવ્યો છે તથા ચોક્કસપણે તેમના પર નજર નાખવા જેવી છે. જ્યારે કોઈ રોકાણકાર આવા ફંડમાં રોકાણ કરવા માંગતો હોય અથવા જ્યારે મારા જેવા વિશ્લેષક તેની પ્રસંશા કરે ત્યારે પેલા મોટા ફંડને વેચવાવાળા તીરસ્કારપુર્વક આ વિચારને ફગાવી દે છે. તેઓ વિરોધ કરે છે કે, તમે ₹૫૦૦ કરોડના ફંડની સરખામણી ₹5,000 કરોડના ફંડ સાથે ન કરી શકો.

આ બાબત ભુલાવામાં નાખવાની બાબત છે. એક રોકાણકાર માટે એ બાબતનું કોઈ મહત્વ નથી કે કોઈ ફંડ નાનું છે કે મોટું. ફંડનો ટ્રેક રેકર્ડ સારો હોય તથા વેલ્યુ રીસર્ચ તરફથી ઊંચું રેટિંગ મળ્યું હોય તો પછી કદનું કોઈ મહત્વ નથી.

તો શું તેનો અર્થ એવો થાય કે એવા કોઈ સંજોગો નથી કે જેના હેઠળ ફંડના કદનું મહત્વ હોય? એવું છે, અને રસપ્રદ રીતે પુરતા પ્રમાણમાં છે, કેટલાક પ્રકારના લાર્જ ઈક્વિટી ફંડ માટે કદ પ્રતિકુળ હોય છે. ઉદાહરણ તરીકે સ્મોલ અને મિડકેપ સ્ટોક પર ધ્યાન કેન્દ્રિત કરતાં મોટા ફંડ તેઓ રોકાણ કરી શકે તેવા પુરતા પ્રમાણમાં સ્ટોક શોધી શકતાં નથી.

]]>



from Page Array – I Am Gujarat https://ift.tt/2r2K2sT

No comments:

Post a Comment

Pages