પ્રિયંકા માટે ખાસ પાર્ટી

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નિક જોનસ લગ્ન માટે ભારત આવી ગયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 2 ડિસેમ્બરે કપલ લગ્ન કરશે. જો કે હજુ નિક-પ્રિયંકા તરફથી લગ્નની ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં નથી આવી. લગ્ન પહેલા પ્રિયંકા અને નિક માટે ફિલ્મ ‘સ્કાય ઈઝ પિંક’ની ટીમે પાર્ટી રાખી.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
ફિલ્મ ‘સ્કાય ઈઝ પિંક’ની ટીમે પાર્ટી આપી

પાર્ટીમાં પ્રિયંકાની ટીમે હિન્ટ આપી કે લગ્ન બાદ પ્રિયંકા નામની પાછળ જોનસ અટક લગાવશે. પ્રિયંકાને ફિલ્મ ‘સ્કાય ઈઝ પિંક’ની ટીમે પાર્ટી આપી. પાર્ટીમાં પ્રિયંકા સાથે નિક, ભાઈ સિદ્ધાર્થ અને ફિલ્મની ડાયરેક્ટર સોનાલી તેમજ સિદ્ધાર્થ રોય કપૂર હાજર રહ્યા.
કેક પર લખ્યું આવું નામ

પાર્ટીમાં પ્રિયંકા માટે ખાસ કેક મંગાવવામાં આવી હતી. કેક પર પીસીના નામથી જાણીતી પ્રિયંકાનું નામ PCJ લખવામાં આવ્યું. કેક પર લખેલા આ ખાસ નામ બાદ અટકળો છે કે પ્રિયંકા લગ્ન બાદ પોતાના નામમાં જોનસ અટક જોડી શકે છે.
હિંદુ-ક્રિશ્ચન વેડિંગ થશે

જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકના લગ્ન હિંદુ અને ક્રિશ્ચન વિધિથી થશે. બંને જોધપુરમાં લગ્ન બાદ બે રિસેપ્શન આપશે. પહેલું રિસેપ્શન મુંબઈમાં ફિલ્મ ઈંડસ્ટ્રીના ફ્રેંડ્ઝ માટે અને બીજું દિલ્હીમાં રાખવામાં આવશે.
જોધપુરમાં યોજાશે રોયલ વેડિંગ

નિક-પ્રિયંકાના લગ્નનું શિડ્યુલ સામે આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, 29 નવેમ્બરે મહેંદી અને સંગીત થશે. 30 નવેમ્બરે કોકટેલ પાર્ટી. 1 ડિસેમ્બરે ‘હલ્દી રસમ’, 2 ડિસેમ્બરે હિંદુ વિધિથી અને 3 ડિસેમ્બરે ક્રિશ્ચન વિધિથી લગ્ન થશે. બંને લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવનમાં થશે.
No comments:
New comments are not allowed.