PM મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કોંગ્રેસ નેતા વિલાસરાવ, પીએમ મોદી અને તેમના પિતા પર આપત્તિજનક ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. જેમાં તેમણે કહ્યું કે તમામ લોકો રાહુલ ગાંધીના પિતાનું નામ જાણે છે પરંતુ, નરેન્દ્ર મોદીના પિતાનું નામ કોઈને ખબર નથી.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
PM નરેન્દ્ર મોદીના પિતાનું નામ કોઈ જાણતુ નથી
Shameful statement by Congress leader and former Central Minister Vilasrao Muttemwar. He says that the world knows past generations of Rahul Gandhi but no one knows who Modi’s father was! pic.twitter.com/TwUhpdCBET— BJP (@BJP4India) November 25, 2018
બાડમેરના સિવાનામાં ચૂંટણી સભા દરમિયાન વિલાસરાવે કહ્યું કે દેશના વડાપ્રધાન બન્યા અગાઉ તમને કોણ જાણતુ હતુ? અને આજે કોઈ તમારા પિતાનું નામ પણ જાણતુ નથી. જ્યારે તમામ લોકો રાહુલ ગાંધીના પિતાનું નામ જાણે છે, રાજીવ ગાંધીની માતાનું નામ પણ તમામ લોકો જાણે છે, ઈન્દિરા ગાંધી, ઈન્દિરા ગાંધીના પિતાનું નામ પણ તમામ લોકો જાણે છે, પંડિત જવાહરલાલ નેહરુ અને જવાહરલાલ નહેરુના પિતાનું નામ પણ બધાને ખબર છે, મોતીલાલ નહેરુ. પરંતુ, નરેન્દ્ર મોદીના પિતાનું નામ કોઈને ખબર નથી.
વિલાસરાવે તેમનો બચાવ કરતી ટ્વિટ જાહેર કરી
I would like to clarify that the @BJP4India is trying to distort a part of my speech out of context. I never questioned the parentage of Narendra Modi.— Vilas Muttemwar (@vilas_muttemwar) November 25, 2018
કોંગ્રેસના નેતા વિલાસરાવનો આ વીડિયો વાયરલ થતા જ ભાજપાએ આ વીડિયોની કડી નિંદા કરી છે, ભાજપાએ કહ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી વિલાસરાવનું આ નિવેદન શરમજનક છે. ત્યારબાદ કોંગ્રેસ નેતા વિલાસ મુત્તેમવારે ટ્વિટ કરતા જણાવ્યું કે મારું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે અને મેં ક્યારેય પીએમ મોદીના પિતા પર પ્રશ્ન ઉઠાવ્યો નથી.
No comments:
New comments are not allowed.