નેહા ધૂપિયાએ બેબી ગર્લને જન્મ આપ્યો

બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અને તેનો પતિ અંગદ બેદી રવિવારે બેબી ગર્લના પેરેન્ટ્સ બની ગયા છે. એક નિવેદનમાં કહેવાયું છે કે નેહાએ રવિવારે સવારે વુમન્સ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે, અને માતા તથા બાળકી બંને સ્વસ્થ છે.
ઓગસ્ટમાં કરી હતી પ્રેગ્નેન્સીની જાહેરાત

જણાવી દઈએ કે આ વર્ષે મેમાં અચાનક લગ્ન કર્યા બાદ નેહા અને અંગદે સૌ કોઈને ચૌંકાવી દીધા હતા. લગ્નના તુરંત બાદ જ ઓગસ્ટમાં નેહાએ પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી દીધી હતી. આ બાદ નેહા ધૂપિયાએ બેબી બંપ સાથે પોતાની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
લગ્ન પહેલાથી પ્રેગ્નેટ હતી
ઉલ્લેખનીય છે કે પહેલાથી જ એવી અટકળો લગાવાઈ રહી હતી કે નેહા ધૂપિયા લગ્ન પહેલાથી જ પ્રેગ્નેટ હતી. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં અંગદ બેદીએ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે નેહા ધૂપિયા લગ્ન પહેલાથી પ્રેગ્નેટ હતી. હવે ફેન્સ જલ્દી આ કપલની બાળકીની તસવીર માટે રાહ જોઈ રહ્યા છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2FuzAEK
No comments:
Post a Comment