Latest

Wednesday, November 14, 2018

અર્જુન કપૂર સાથે ક્યારે લગ્ન કરશે મલાઈકા?, આપ્યો કંઈક આવો જવાબ

બધે જ સાથે હોય છે અર્જુન-મલાઈકા

બોલિવુડમાં આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે તો કેટલાક સ્ટાર્સના અફેર પણ ચર્ચામાં છે. આવું જ એક કપલ છે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા જેના અફેરથી લઈને લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. મલાઈકાની બર્થ ડે પાર્ટીથી લઈને દિવાળી પાર્ટી સુધી અર્જુન અને મલાઈકા સાથે જ જોવા મળ્યા.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

રિલેશનશીપ અંગે કર્યો ખુલાસો

મલાઈકાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના રિલેશનશીપ પર ઘણા ખુલાસા કર્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે અર્જુન અને મલાઈકા બંને પોતાના વિશે આવતી ખબરો અંગે જરા પણ વિચારતા નથી. જો કે મલાઈકાના ફ્રેંડ કરણ જોહરે પોતાના ચેટ શોમાં મલાઈકાને આ વિષય પર છંછેડી પણ હતી.

અર્જુન સાથેના અફેર પર આપ્યો જવાબ

મલાઈકા અરોરાએ અર્જુન કપૂર સાથે પોતાના અફેરની અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. મલાઈકાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, “હું ક્યારેય પર્સનલ સવાલોના જવાબ નથી આપતી. આવું એટલા માટે નહિ કે મને શરમ આવે છે કે બીજું કોઈ કારણ છે પરંતુ હું મારી પર્સનલ લાઈફની ચર્ચા કરવામાં કમ્ફર્ટેબલ નથી. મારી જિંદગીમાં જે પણ કંઈ છે બધાને તેના વિશે ખબર છે. મારે આ વિશે વાત કરવાની કોઈ જરૂર નથી. હું મારી લાઈફને એન્જોય કરી રહી છું, જે ખૂબસુરત અને કિમતી છે.”

લાંબા સમયથી એકબીજાને કરે છે ડેટ

મલાઈકા અને અર્જુન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને જાહેરમાં પણ ઘણીવાર એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળ્યા છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2K2FMSV

No comments:

Post a Comment

Pages