Latest

Tuesday, November 13, 2018

ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખશે ધાણા, આ રીતે કરો પ્રયોગ

સ્વાદ વધારતાં ધાણા છે ગુણકારી

ભારતીય ખોરાકમાં મસાલાનું ખાસ સ્થાન છે. દુનિયાભરમાં ભારતીય ભોજન મસાલા અને તેમની ખાસ સુગંધ માટે જાણીતું છે. આ જ મસાલાઓમાંથી એક છે ધાણા. ધાણાનો એક નાનકડો છોડ હોય છે જેના પાનથી લઈને બીજ સુધી દરેક વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. ખોરાકને સ્વાદિષ્ટ બનાવતા ધાણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. ધાણા વજન ઘટાડવાથી લઈને ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે પણ ફાયદાકારક છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે ધાણા

ધાણામાં આયર્ન, વિટામિન A, K,Cની સાથે ફોલિક એસિડ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. ભોજનમાં ખાસ સ્વાદ ઉમેરવા ઉપરાંત ધાણાના બીજ અને પાંદડામાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે ધાણા કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે, ભૂખ વધારે છે અને પાચનક્રિયા સુધારે છે. એટલું જ નહીં ધાણાના બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

ધાણા ડાયાબિટીસ સામે લડવા માટે વિશ્વસનીય પારંપારિક ઉપચાર છે. એક રિસર્ચ પ્રમાણે, ધાણાના બીજમાં રહેલા તત્વો લોહીમાં એન્ટી-હાઈપરગ્લાઈકેમિક, ઈન્સ્યુલિન ડિસ્ચાર્જિંગ અને ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે જેનાથી બ્લડમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

ડાયાબિટીસ માટે આ રીતે બનાવો ધાણાનું પાણી

10 ગ્રામ આખા ધાણા લો. હવે ધાણાને બે લિટર પાણીમાં પલાળો. આખી રાત ધાણા પલાળી રાખો. સવારે આ પાણીને ખાલી પેટ પીવો અથવા તો આખો દિવસ આ પાણી પી શકો છો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2zNLqnm

No comments:

Post a Comment

Pages