Latest

Sunday, November 11, 2018

ફૂડ પોઈઝનિંગમાં દવાઓ ખાવા કરતાં આ ઘરેલુ ઉપચાર કરો, જલ્દી રાહત મળશે

ફૂડ પોઈઝનિંગમાં આ ઉપચાર ફાયદાકારક

તહેવારોની સિઝનમાં લોકો સ્વાદના ચટાકા કરવામાં પાછા નથી પડતા જેના કારણે એસિડિટી અને ક્યારેક ફ્ડૂ પોઈઝનિંગ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. તેલ-મસાલાવાળું ખાવાનું ખાઈને તહેવારો બાદ આવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ફૂડ પોઈઝનિંગમાં ઝાડા-ઉલટી, એસિડીટી જેવી સમસ્યાઓ થાય છે. જેને કેટલાક ઘરેલુ નુસખા અપનાવીને દૂર કરી શકાય છે.

અમારા ન્યૂઝ WhatsApp પર વાંચવા અહીં ક્લિક કરો

તુલસીની ચા

તુલસી ફૂડ પોઈઝનિંગથી રાહત આપવામાં અસરકારક છે. પહેલા તુલસીના પાનાનો રસ કાઢી લો. તેમાં એક ચમચી મધ ઉમેરીને ખાવાથી ફાયદો થશે.

વાંચો, ફટાફટ વજન ઘટાડવું હોય તો કરો તુલસીનો આ પ્રયોગ, ઓગળવા માંડશે ચરબીના થર

દહીં

દહીં એક એન્ટિબાયોટિક છે જેને ડાયટમાં સામેલ કરવું જ જોઈએ. દહીં ખાવાથી ફૂડ પોઈઝનિંગમાં આરામ મળે છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછું એક વાટકી દહીં ખાઓ. ઠંડીમાં વધારે દહીં ખાવાથી ગળાને નુકસાન થઈ શકે છે.

આદુ

થોડું આદું વાટી લો. એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો તેમાં વાટેલું આદુ મિક્સ કરો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે આ પાણીને ધીમે-ધીમે પીવો. થોડા સમયમાં જ ફાયદો થશે.

લીંબુનો રસ

જ્યારે ફૂડ પોઈઝનિંગ થાય ત્યારે શરીરમાંથી પાણી ઉલ્ટી અને ઝાડા રૂપે બહાર નીકળી જાય છે. ત્યારે એક ગ્લાસ પાણીમાં અડધું કાપેલા લીંબુનો રસ અને થોડું મધ ઉમેરીને પીવો. દિવસમાં ત્રણ વખત આ પ્રકારે પાણી પીવાથી રાહત મળશે.

બ્લેક ટી

ફૂડ પોઈઝનિંગને દૂર કરવા માટે બ્લેક ટી પીવાથી ફાયદો થાય છે. દિવસમાં બે વખત બ્લેક ટી પીવી જોઈએ.

નોંધ– ફૂડ પોઈઝનિંગમાં ચરી પાડવી જરૂરી છે. તેલ-મસાલાવાળા ખાવાથી દૂર રહેવું. આદુ અને લીંબુનું બને તેટલું વધુ સેવન કરવું. તકલીફ વધી જાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ અથવા તો ડોક્ટરની દવા સાથે તેમની સલાહ લઈ આ ઉપચારો કરી શકો છો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2zIVMoh

No comments:

Post a Comment

Pages