ફ્લિપકાર્ટના સીઈઓ બિન્ની બંસલ સામે આરોપ

નવી દિલ્હીઃ દેશની મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના સીઈઓ બિન્ની બંસલે પોતાના પદ પરથી તત્કાલિક ધોરણે રાજીનામું આપી દીધું છે. વોલમાર્ટે શેર ખરીદ્યા બાદ 6 મહિના બાદ આ આશ્ચર્યજનક ઘટનાક્રમ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બિન્ની બંસલે પોતાના જૂના મિત્ર સચિન બંસલ સાથે મળીને ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી, પરંતુ સચીને કંપની જ્યારે વેચવામાં આવી ત્યારે જ રાજીનામું આપી દીધું હતું.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
બિન્ની બંસલે આપ્યું રાજીનામું
JUST IN: Flipkart Group CEO Binny Bansal resigns after misconduct probe pic.twitter.com/FU4BBsClGF— Reuters India (@ReutersIndia) November 13, 2018
સ્ટ્રીટ ઈનસાઈડર વેબસાઈટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગંભીર દુર્વ્યવહારના આરોપ બાદ ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ તરફથી કરવામાં આવેલી સ્વતંત્ર તપાસ બાદ બિન્નીએ આ નિર્ણય કર્યો છે. તેમણે મજબૂત રીતે આ આરોપને નકાર્યા છે. તપાસ દરમિયાન બિન્નીએ જે રીતે વ્યવહાર કર્યો તેનાથી તેમનો પક્ષ નબળો દેખાયો અને પારદર્શિતાનો અભાવ પણ જોવા મળ્યો. ત્યાર બાદ અમે તેમનું રાજીનામું સ્વીકારી લીધું.’
વ્યક્તિગત દુર્વ્યવહારનો લાગ્યો હતો આરોપ

વોલમાર્ટ તરફથી જાહેર કરલા નિવેદનમાં કહ્યું છે કે, ‘બિન્ની બંસલે આજે ફ્લિપકાર્ટ ગ્રુપના સીઈઓ પદ પરથી રાજીનામાની જાહેરાત કરી છે. બિન્ની કંપનીના સહસ્થાપના સમયે મહત્વનો ભાગ રહ્યા હતા પરંતુ હાલના ઘટનાક્રમને લઈને બિન્નીએ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ તરફથી કરવામાં આવેલી સ્વતંત્ર તપાસ બાદ આ નિર્ણય લેવામા આવ્યો છે. તેમના પર વ્યક્તિગત દુર્વ્યવહારનો આરોપ લાગ્યો હતો, કે જેની તપાસ ચાલી રહી છે.
No comments:
New comments are not allowed.