Latest

Tuesday, November 13, 2018

ખાસ રોહિત શર્મા માટે શાહરૂખ ગાશે તેની હિટ ફિલ્મનું આ ગીત!

રોહિત શર્માની પ્રિય ફિલ્મ છે બાઝીગર


વાત જાણે એમ છે કે બાઝીગર ફિલ્મની રિલીઝના 25 વર્ષ પૂર્ણ થવા પર શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો કે જેમાં શાહરૂખે બાઝીગર ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો. અને શાહરૂખની આ પોસ્ટના જવાબમાં ક્રિકેટર રોહિત શર્માએ લખ્યું કે બાઝીગર તેની ગમતી ફિલ્મ છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

‘યે કાલી કાલી આંખે’ રોહિત માટે ગાશે શાહરૂખ


ત્યારબાદ શાહરૂખ ખાને રોહિત શર્માને જવાબ આપતા લખ્યું કે તે આઈપીએલ 2019માં બાઝીગર ફિલ્મનું હીટ ગીત યે કાલી કાલી આંખે રોહિત શર્મા માટે લાઈવ ગાશે. શાહરૂખ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલો છે અને રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. ત્યારબાદ રોહિત શર્માએ શાહરૂખને પોતાની એક વધુ ઈચ્છા જાહેર કરતા લખ્યું કે તેઓ (રોહિત શર્મા) આ લાઈવ સોંગ કોલકાતાના ઈડન ગાર્ડનમાં સાંભળવા માંગે છે.

રોહિત શર્માએ માર્વેલના સ્ટાલ લીને યાદ કર્યા


ત્યારબાદ રોહિત શર્માએ મારવેલ કોમિક્સના લેખક સ્ટાન લીને શ્રધ્ધાંજલિ અર્પિત કરી અને લખ્યું કે તમારા સિવાય મારવેલ ફિલ્મ પૂર્ણ નહીં થાય.


No comments:

Post a Comment

Pages