Latest

Tuesday, November 13, 2018

શ્રીલંકામાં ઘેરું બન્યું સંકટ, SCએ પલટ્યો સંસદ ભંગનો નિર્ણય

કોલંબો: શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરવાના રાષ્ટ્ર પ્રમુખ મૈત્રીપાલ સિરીસેનાના નિર્ણયને પલટી નાખ્યો છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે સિરીસેના તરફથી ચૂંટણી તૈયારીઓ પર પણ રોક લગાવી દીધી છે. સિરીસેનાએ 26 ઓક્ટોબરે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને પદ પરથી ઉતારી દીધા હતા અને તેમના સ્થાને પૂર્વ પ્રેસિડન્ટ મહિન્દ્રા રાજપક્ષેને નિયુક્ત કર્યા હતા. આ નાટકીય ઘટનાક્રમ બાદ સિરીસેનાએ સંસદ ભંગ કરતા નવી ચૂંટણીનો નિર્ણય કર્યો હતો.

હવે, તેના પર સુપ્રીમ કોર્ટની રોક બાદ ભારતના પડોશી દેશમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. ચીફ જસ્ટિસ નલિન પરેરાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે આ ફેંસલો આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરાયા હતા. જજોએ કમાન્ડોની ઘેરાબંધી વચ્ચે આ મહત્વનો ફેંસલો સંભળાવ્યો.

સુપ્રીમ કોર્ટના ફેંસલા પર રાનિલ વિક્રમસિંઘે ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કરી કે, ‘જનતાને પહેલી જીત મળી છે. હજુ આગળ વધવાનું છે અને પોતાના પ્યારા દેશમાં લોકોએ ફરી એકવખત સાર્વભોમકત્વ સ્થાપવાનું છે.’

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાના પદભ્રષ્ટ કરાયેલા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેની યુનાઈટેડ નેશનલ પાર્ટીએ સિરીસેનાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમની અરજી પર જ આ ફેંસલો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સંસદ ભંગ કરવાની સાથે જ સિરીસેનાએ 5 જાન્યુઆરીએ વચગાળાની ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Ftra0q

No comments:

Post a Comment

Pages