Latest

Tuesday, November 13, 2018

Women’s World T20 : રાષ્ટ્રગાન વખતે બેભાન થઈ બાળકી, હરમને ખોળામાં ઉઠાવી લીધી

હરમનપ્રીતનું પ્રશંસનીય કામ

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં ગ્રુપ-બીના એક હાઈ વૉલ્ટેજ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવી મોટી જીત નોંધાવી. આ મેચ દરમિયાન એક એવી ઘટના બની, જેના પછી ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફેન્સે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શાનદાર સેન્ચુરી લગાવનારી હરમનને આ ઘટના બાદ એક શાનદાર ‘હ્યૂમન બીઈંગ’ કહીને બિરદાવી.

દેશભક્તિ અને માનવતા બંને સાથે નિભાવ્યા

અસલમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. આ દરમિયાન એક બાળકી, જે મેસ્કોટ હતી તે મેદાન પર ઢળી જવા લાગી, જેને કેપ્ટન હરમને રાષ્ટ્રગાન ખતમ થવા સુધી સંભાળી રાખી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, રાષ્ટ્રગાન ખતમ થતા જ હરમને તે બાળકીને ખોળામાં ઉઠાવી લીધી અને ઑફિશિયલ્સની પાસે લઈ ગઈ. તેના આ કામની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.

ભારતનો પાક સામે 7 વિકેટે વિજય

ઉલ્લેખનીય છે કે, મેચમાં ભારતે ટૉસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પાકે 20 ઓવર્સમાં 7 વિકેટ ગુમાવી 133 રન બનાવ્યા હતા. આ ટી20માં તેનો ભારત વિરુદ્ધ સર્વોચ્ચ સ્કોર છે. જવાબમાં ભારતીય ટીમ મિતાલી રાજ (56)ની શાનદાર હાફ સેન્ચુરીની મદદથી 19 ઓવર્સમાં 3 વિકેટે 137 રન બનાવી જીત મેળવી લીધી. મિતાલીએ 47 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 56 જ્યારે ઓપનર સ્મૃતિ મંધાનાએ 28 બોલમાં 26 રનની ઈનિંગ રમી.

વર્લ્ડકપમાં સતત બીજી જીત

વિન્ડીઝમાં રમાઈ રહેલા આ વર્લ્ડકપમાં ભારતીય ટીમે સતત બે વિજય નોંધાવી દીધા છે જ્યારે પાકિસ્તાન સતત બે મેચો હારી ચૂકી છે. ભારતે પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આ મેચમાં હરમને રેકોર્ડ સેન્ચુરી ફટકારી હતી. તે ટી20માં આવી સિદ્ધિ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2OHY50v

No comments:

Post a Comment

Pages