ભારત સીરિઝમાં 1-0થી આવળ છે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ત્રણ T20 મેચોની સીરિઝની આજે બીજી મેચ છે. આ મેચ લખનૌમાં રમાવાની છે. ભારત રત્ન અટલ બીહારી વાજપેી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. આ મેચ જીતીને સીરિઝ પર કબજો કરવાની ભારતની કોશિશ રહેશે. ભારતે કોલકાતામાં રમાયેલી પહેલી મેચ સરળતાથી જીતી લીધી હતી.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
વર્લ્ડ ચેમ્પિન બન્યા પછી રમત ખરાબ થઈ

2016માં થયેલી વર્લ્ડ T20 પછી ભારતે 32 T20 મેચ રમી છે, જેમાં તેમણે 22 મેચો જીતી છે, જ્યારે 9 મેચ હાર્યા છે. એક મેચ અનિર્ણિત રહી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 25 T20 મેચોમાંથી 9 મેચ પર કબજો મેળવ્યો છે જ્યારે 14માં હાર મળી છે. 2 મેચ અનિર્ણિત રહી છે.
ભારતનું 22નું T20 ઈન્ટરનેશનલ મેદાન

22મું ભારતીય મેદાન હશે ભારત રત્ન અટલ બીહારી વાજપેઈ સ્ટેડિયમ જ્યાં T20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. લખનૌનું આ ત્રીજું મેદાન છે જ્યાં ઈન્ટરનેશનલ મેચ રમાશે.
શિખર ધવન બની શકે છે હજારી

શિખર ધવન T20માં 1000 રન પૂર્ણ કરવામાં 20 રન દૂર છે. ધવનને 41 T20 મેચોમાં 980 રન બનાવ્યા છે.
રોહિત પાસે કોહલીને પાછળ છોડવાની તક

11 રન બની જાય તો રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. રોહિતે 85 T20માં 2092 રન બનાવ્યા છે જ્યારે વિરાટ કોહલીના નામે 2102 રન છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2PGov7b
No comments:
Post a Comment