Latest

Thursday, November 15, 2018

Xiaomi Mi9 ટૂંક સમયમાં લોન્ચ થશે, ફોનમાં હશે આ ખાસ ફીચર્સ

શાઓમી ટૂંક સમયમાં લાવી શકે Mi9 સ્માર્ટફોન

નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવનારી કંપની શાઓમી વિશે જાણકારી છે કે તે પોતાના આગામી સ્માર્ટફોન Mi9 પર કામ કરી રહી છે. જાણીતા ટિપ્સ્ટર અને ડિઝાઈનર બેંઝામિન જેસ્કિને શાઓમીના આ અપકમિંગ ફોનની રેંડર શેર કરી છે જેને જોઈને લાગી રહ્યું છે કે શાઓમીના આ ફોનમાં કોઈ ખાસ ફીચર્સ મળવાના છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લીક કરો

ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે ફોન

રેંડર મુજબ આ ફોનમાં 6.4 ઈંચની AMOLED ડિસ્પલે સાથે એક નાનો નૉચ હશે. રેંડર ઈમેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફોનમાં ઈન-ડિસ્પલે ફિંગર પ્રિન્ટ સેન્સ પણ આપેલું છે. કહેવાઈ રહ્યું છે કે આ ફોન અપકમિંગ સ્નેપડ્રેગન 8150 ચિપસેટ પર કામ કરશે. ફોનના વેરિયન્ટની વાત કરીએ તો આ 6જીબી, 8જીબી અને 10જીબી રેમના વેરિયન્ટમાં આવશે.

ત્રિપલ કેમેરા સેટઅપ

Mi9નો કેમેરા ખૂબ જ ખાસ રહેવાનો છે. શાઓમીના આ સ્માર્ટફોનમાં ત્રણ કેમેરા સેટપઅ આપવામાં આવશે. જેનું ફ્લેશ પહેલા બે કેમેરાની વચ્ચે હશે. અટકળોનું માનીએ તો આ ફોનના ટ્રિપલ કેમેરા સેટઅપમાં 48 મેગાપિક્સલ + 13 મેગાપિક્સલ + 16 મેગાપિક્સલનો કેમેરા ઉપલબ્ધ હશે.

5જી નેટવર્ક પર વર્ક કરશે ફોન

ક્વિક ચાર્જિંગ સાથે આવનારી Mi9ની બેટરી 3700 mAhની રહેશે જેમાં વાયરલેસ ચાર્જિંગ ફીચર પણ હોઈ શકે છે. જ્યાં સુધી ફોનના નેટવર્ક કનેક્ટિવિટીની વાત કરીએ તો કહેવાઈ રહ્યું છે કે આ 5જી નેટવર્ક પર કામ કરશે. જોકે આ ફોનની કિંમત વિશે અત્યાર સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2zXNut4

No comments:

Post a Comment

Pages