Latest

Sunday, December 2, 2018

દીપવીર રિસેપ્શન: બોલીવૂડના સ્ટાર્સ સહિત 800 જેટલા લોકો ઉમટ્યા. જુઓ તસવીરો

પાર્ટી ડ્રેસકોર્ડમાં જોવા મળ્યા દીપવીર

દીપિકા પદુકોણ અને રણવીરસિંહનું મુંબઈની હોટેલ ધ ગ્રાન્ડ હૈયાતમાં રિસેપ્શન યોજાયું હતું. આ રિસેપ્શનમાં દીપવીર પાર્ટી ડ્રેસકોડમાં જોવા મળ્યા હતા. હોટેલ ગ્રાન્ડ હૈયાતમાં દીપિકા અને રણવીરે બોલીવૂડ સ્ટાર્સ સહિત પોતાના ફ્રેન્ડ્સ સાથે આ રિસેપ્શન એન્જોય કર્યું હતું. રિપોર્ટસ અનુસાર આ પાર્ટીમાં બોલીવૂડના એક્ટર્સ, ડાયરેક્ટર્સ અને ક્રૂ મેમ્બર્સ સહિત આશરે 800 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

લુક્સ રહ્યા છે સતત ચર્ચામાં

અત્યાર સુધીની દરેક ઈવેન્ટ એટલે કે દીપિકા-રણવીરના લગ્નથી લઈને જુદા જુદા રિસેપ્શનમાં તેમના લુક સતત ચર્ચામાં રહ્યા છે. આ ઉપરાંત, બંનેના આઉટફીટ્સની વાત પણ ટોક ઓફ ધ ટાઉન બની હતી. અત્યાર સુધીના દરેક લુક કરતા આ પાર્ટીમાં તેમનો લુક એકદમ હટકે છે. આ પહેલા બેંગ્લુરુમાં દીપવીર પોતાના પરિવારજનો સાથે જ્યારે મુંબઈમાં ફ્રેન્ડસ સાથે રિસેપ્શન કરી ચૂક્યા છે. જોકે, બે રિસેપ્શન બાદ રણવીરસિંહની બેન રીતિકાએ પોતાની નવી ભાભીને વેલકમ કરવા માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બંનેના લુક્સ ચર્ચામાં રહ્યા હતા.

રણવીરસિંહે કર્યું ટ્વિટ

પોતાના ફોટા અને નવા લુક્સને લઈને રણવીરસિહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટા ટ્વિટ કર્યા હતા. બ્લેક રંગના બ્લેઝરમાં રણવીરસિંહ બેસ્ટ દેખાય રહ્યો છે જ્યારે લાલ રંગના વેસ્ટર્ન આઉટફીટમાં દીપિકા ગ્લેમરસ લાગી રહી છે.

કોંકણી અને સિંધી રીત-રિવાજથી થયા લગ્ન

ગત મહિનાની 14 અને 15મી તારીખે દીપિકા અને રણવીરે ઈટલીમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ ભારતમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. તા. 14 નવેમ્બરે કોંકણી અને 15 નવેમ્બરે સિંધી રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. આ પહેલા બંનેએ સફેદ રંગના ડેશિંગ આઉટફીટ પહેર્યા હતા. આ પહેલાના રિસેપ્શનમાં તેમનો રોયલ લુક જોવા મળ્યો હતો. પ્રિયંકા અને નિકની જેમ આ બંને કલાકારોના વિવાહ પણ ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત વચ્ચે થયા હતા. ફેન્સને તેમની એક તસવીર માટે પણ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. પરંતુ, એક વખત તેમની તસવીર બાહર આવ્યા તેમના લુક્સ સતત ચર્ચામાં રહ્યા હતા.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2BJTrLZ

No comments:

Post a Comment

Pages