પ્રમોશનમાં સારાનો ગ્લેમરસ લૂક

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા ‘કેદારનાથ’ ફિલ્મમાંથી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશનમાં સારાનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે. પરંતુ પર્સનલ લાઈફમાં સારાને સિમ્પલ લાઈફ જીવવી ગમે છે. સુશાંત સાથેની સારાની ફિલ્મ ‘કેદારનાથ’ 7 ડિસેમ્બરે અને રણવીર સાથેની ફિલ્મ ‘સિમ્બા’ 28 ડિસેમ્બરે રિલીઝ થશે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
સારાને પસંદ છે રસ્તા પરથી ખરીદી કરવી

સારાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તે પોતાને નવાબ નહીં ફકીર કહેવડાવવાનું પસંદ કરશે. લોકો વિચારે કે હું એક સ્ટારની દીકરી છું એટલે ખૂબ મોંઘા કપડાં પહેરતી હોીશ પરંતુ એવું બિલકુલ નથી. મને સ્ટ્રીટ શોપિંગ કરવી પસંદ છે.
દિલ્હી માર્કેટમાંથી શોપિંગ કરવું પસંદ છે

સારાએ કહ્યું કે, “એક્ટ્રેસ બનતી વખતે મને કહેવાયું કે મારે ડિઝાઈનર કપડાં પહેરવા પડશે એટલે હું પહેરું છું. આમ તો કપડાં પાછળ હું એક હજારથી વધુ રૂપિયા નથી ખર્ચતી. મારું બધું શોપિંગ દિલ્હીના માર્કેટમાંથી થાય છે. થોડા દિવસ પહેલા હૈદરાબાદ ગઈ હતી ત્યારે મૉમ સાથે મીના બજાર પહોંચી ગઈ હતી.”
સેલિબ્રિટી સ્ટેટસ નથી જોઈતું: સારા

સારાનું કહેવું છે કે, “મને સમજાતું નથી કે લોકો કપડાં પાછળ આટલા બધા રૂપિયા કઈ રીતે ખર્ચી શકે છે. હું મારા કપડાં રિપીટ કરું છું. મને કોઈ સેલિબ્રિટી સ્ટેટસ નથી જોઈતું. મને લોકો ફકીર કહે તો કોઈ વાંધો નથી. આ બધું હું મા પાસેથી શીખી છું. મા હંમેશા સલાહ આપે છે કે જરૂરિયાતમંદોની મદદ કરો. ખોટો દેખાડો ન કરો. દેખાડા માટે રૂપિયા ઉડાવવાની જરૂર નથી. વ્યક્તિની ઓળખ કપડાંથી નથી થતી.”
આ વસ્તુઓ સારાની પસંદ

સારાએ કહ્યું કે તેને અલગ અલગ શહેરમાં જવું, લોકોને મળવું, નાની દુકાનોમાં જવું, ગલીઓમાં ફરવામાં મજા આવે છે. આ બધી વસ્તુઓને હું ખૂબ એન્જોય કરું છું.
No comments:
New comments are not allowed.