Latest

Thursday, December 6, 2018

આ જાણીતા એસ્ટ્રોલોજરે નિકને આપી લગ્ન પછી પ્રાણાયામ કરવાની સલાહ, કારણ ચોંકાવનારુ છે 😳

પ્રિયંકા-નિકના લગ્નજીવન અંગે આગાહીઃ


પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન 2018ની હાઈલાઈટ બની ગયા છે આ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. તેમના લગ્નના ફોટોઝ રીલીઝ થયા બાદ આખી દુનિયામાંથી તેમના ચાહકો તેમને શુભેચ્છા આપી રહ્યા છે. આવામાં જાણીતા એસ્ટ્રોલોજર અને ન્યુમેરોલોજિસ્ટ સંજય બી જુમાનીએ પ્રિયંકા અને નિક જોનસના લગ્ન જીવન વિષે આગાહી કરી છે.
અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

લગ્નની પરફેક્ટ આગાહી કરીઃ


તમને જણાવી દઈએ કે સંજય જુમાની એ જ એસ્ટ્રોલોજર છે જેમણે 13 વર્ષ પહેલા પ્રિયંકાના લગ્નની એકદમ પરફેક્ટ આગાહી કરી હતી. આ જ્યોતિષે પ્રિયંકાને લગ્ન પછી તેનું નામ બદલીને અટક પાછળ જોનસ લગાવવાની સલાહ આપી છે. પ્રિયંકા ચોપરાની બર્થ ડેટ 18-07-1982 છે. આથી તેનો લાઈફ પાથ નંબર 9 તેની લાઈફમાં ઘણો મહત્વનો રોલ ભજવે છે.

પોલિટિક્સમાં એન્ટ્રી લેશે પ્રિયંકા?


જુમાનીએ જણાવ્યું, “9 આંકના લોકો જીવનના દરેક મોરચે ફાઈટર્સ પુરવાર થાય છે. તે આક્રમક હોય છે અને તેમને નેતૃત્વ કરવું અને ટોચ પર રહેવુ પસંદ છે. આથી આ ક્વોલિટી ધરાવતા લોકો વહેલા નહિં તો મોડા પોલિટિક્સમાં પ્રવેશે છે. મેં એમ પણ કહ્યું હતું કે પ્રિયંકા 45 વર્ષની આસપાસ રાજકારણમાં પ્રવેશ લેશે.”

પ્રિયંકાનો ડોમિનેટિંગ સ્વભાવઃ


પિંકવિલા વેબસાઈટ સાથેની વાતચીતમાં જુમાનીએ કહ્યું કે ન્યુમેરોલોજી અનુસાર પ્રિયંકા ડોમિનેટિંગ સ્વભાવ ધરાવે છે આથી નિકે ધીરજ રાખવી પડશે. મારી નિકને સલાહ છે કે તે તેના ડોમિનેટિંગ, નિખાલસ અને આવેગ વાળા સ્વભાવથી સંભાળે. પ્રિયંકાનિ જળરાશિ છે. આવા લોકો ખૂબ ટ્રાવેલ કરે છે અને પોતાના જન્મસ્થળથી દૂર ઘણું નામ કમાય છે.

એકબીજા માટે બન્યા છે પ્રિયંકા-નિકઃ


જુમાનીએ વધુમાં જણાવ્યું કે પ્રિયંકા આર્મી ઑફિસરની દીકરી છે. આથી તે પહેલેથી જ ઘણું ટ્રાવેલ કરતી આવી છે. તેણે મુંબઈમાં ઘણું નામ કમાયું. જે તેના જન્માંક 9 અને જળ રાશિ સાથે સંકળાયેલુ છે. તેણે વિદેશમાં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો. પ્રિયંકાની જેમ જળ રાશિ છે તેમ નિક જોનસની સાઈન અર્થ છે. જેમ જમીન અને પાણી એકબીજા માટે બન્યા છે તેમ નિક અને પ્રિયંકા પણ એકબીજા માટે બન્યા છે.

નિકને પ્રાણાયામ કરવાની સલાહઃ


જ્યોતિષની દૃષ્ટિએ પ્રિયંકા અને નિક વચ્ચે ઘણું કોમન છે. નિકનો જન્માંક 2 છે, પ્રિયંકાનું નિકનેમ પીસી છે જેનો આંક પણ 2 છે. વળી, તેમણે લગ્ન પણ ડિસેમ્બરની બીજી તારીખએ કર્યા હતા. 2 નંબર ચંદ્ર સાથે સંકળાયેલો છે જે મૂડ સ્વિંગ્સ માટે કારણભૂત બની શકે છે. જુમાનીએ નિકને લગ્ન પછી યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાની સલાહ અને પ્રિયંકા ચોપરાને કસરત કરવાની સલાહ આપી છે જેથી તેમના મગજ શાંત રહી શકે.

પ્રિયંકાને નામ બદલવાની સલાહઃ


નામની વાત કરીએ તો તેમણે પ્રિયંકાને લગ્ન પછી નામ બદલી નાંખવાની સલાહ આપી છે. જુમાનીએ જણાવ્યું કે પ્રિયંકા લગ્ન પછી નામ બદલીને પ્રિયંકા ચોપરા જોનસ કરી નાંખશે તો તેને ઘણી સફળતા અને માન-પાનન મળશે. આ નંબર ખૂબ જ શુભ જણાય છે.


No comments:

Pages