Latest

Monday, December 17, 2018

પ્રભાસના ચાહકો માટે ખુશખબરી, આ દિવસે રીલીઝ થશે ‘સાહો’

પ્રભાસના ચાહકો માટે ખુશખબરઃ

બાહુબલિ પછી પ્રભાસના ચાહકો કાગડોળે તેની નેક્સ્ટ ફિલ્મ સાહોની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયુ છે. આ પ્રભાસની બિગ બજેટ ફિલ્મ છે. હવે પ્રભાસના ચાહકો માટે એક મોટી ખુશખબરી આવી છે.

અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

15 ઓગસ્ટ 2019:

સાહોની રીલીઝ ડેટ સામે આવી છે. ફિલ્મના નિર્માતાઓએ ટ્વીટર પર સાહોની રીલીઝનું એલાન કર્યું હતું. ટ્વીટર પર મેકર્સે જણાવ્યું કે સાહો આવતા વર્ષે સ્વતંત્રતા દિવસના મોકે એટલે કે 15 ઓગસ્ટના રોજ રીલીઝ થશે. મેકર્સે લખ્યું છે કે ઈટ્સ શો ટાઈમ.

બોલિવુડના આ કલાકારો પણ છેઃ

સાહોમાં પ્રભાસની સાથે બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પ્રભાસ સાથે એક્ટિંગ કરતી જવા મળશે. શ્રદ્ધા કપૂરના ફાળે પણ જબરદસ્ત એક્શન દૃશ્યો આવ્યા છે. સાહો શ્રદ્ધાની પહેલી સાઉથની ફિલ્મ છે. સાહોમાં શ્રદ્ધા ઉપરાંત જેકી શ્રોફ, મંદિરા બેદી, નીલ નિતિન મુકેશ, ચંકી પાંડે અને એલી અવરામ જેવા હિન્દી કલાકારો છે.

મિશન મંગલ સાથે ક્લેશઃ

ઉલ્લેખનીય છે કે આ દિવસે અક્ષય કુમારની મહત્વકાંક્ષી ફિલ્મ મિશન મંગલ પણ રીલીઝ થઈ રહી છે. આ સાથે જ્હોન અબ્રાહમની બાટલા હાઉસ અને રાજકુમાર રાવની મેડ ઈન ચાઈના પણ 15 ઓગસ્ટે રીલીઝ થવાની છે. આ બધી જ ફિલ્મો એક સાથે રીલીઝ થશે તો એ બોક્સ ઑફિસ પર જબરદસ્ત મોટો ધમાકો હશે.

બાટલા હાઉસ પાછી ઠેલાશે?

સાહો અને બાટલા હાઉસના પ્રોડ્યુસર ટી-સીરીઝના ભૂષણ કુમાર છે. આથી બાટલા હાઉસની રીલીઝ પાછી ઠેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તો પણ બોક્સ ઑફિસ પર પ્રભાસ, અક્ષય કુમાર અને રાજકુમાર રાવની અથડામણ તો ફાઈનલ છે.

બ્રહ્માસ્ત્રની રીલીઝ પાછી ઠેલાઈઃ

એ વાત પણ નોંધવા જેવી છે કે કરણ જોહરની બ્રહ્માસ્ત્ર પહેલા 15 ઓગસ્ટ 2019માં રીલીઝ થવાની છે. હવે કરણે આ તારીખ ખાલી કરી છે અને બ્રહ્માસ્ત્રની રીલીઝ ક્રિસમસ 2019 પર ઠેલી છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2A2Mcxr

No comments:

Post a Comment

Pages