Latest

Wednesday, December 5, 2018

શું પ્રેગનેન્ટ છે અનુષ્કા શર્મા? અનુષ્કાએ આપ્યો જવાબ

પ્રેગનેન્ટ છે અનુષ્કા?

બોલિવુડ એક્ટ્રેસ લગ્ન કરે એટલે બીજી અફવા તેની પ્રેગનેન્સીની ઉડે છે. થોડા અઠવાડિયા પહેલા અનુષ્કા શર્મા પણ પ્રેગનેન્ટ હોવાની ખબર ફેલાઈ હતી. હવે 2017માં ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કરનાર અનુષ્કા શર્માએ આ અફવાઓનો જવાબ આપવાનું નક્કી કર્યું છે.

અનુષ્કાને પૂછાયો સવાલઃ

પોતાની આગામી ફિલ્મ ઝીરોના પ્રમોશન દરમિયાન અનુષ્કા સતત આ સવાલનો સામનો કરી રહી છે. વળી તેણે ઝીરો પછી બીજી કોઈ ફિલ્મ સાઈન ન કરી હોવાથી પણ આ ચર્ચાને વેગ મળ્યો છે.

એક્ટ્રેસે કર્યો ખુલાસોઃ

ઝીરોના એક ઈન્ટરવ્યુ દરમિયાન અનુષ્કાએ કહ્યું, “લોકો તમારા વિષે કંઈક તો વાતો કરશે જ. આ સાવ નકામી વાત છે અને તમે આ વાત છૂપાવી પણ નથી શકતા. તમે લગ્ન છૂપાવી શકો, પ્રેગનેન્સી નહિ. લોકો કંઈપણ લખે છે અને મહિનાઓ પછી મૂર્ખ ઠરે છે.”

ખૂબ બીઝી છેઃ

અનુષ્કાએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તે લૂઝ કપડામાં દેખાય તેટલી વાર પાપારાઝીએ તેની પ્રેગનેન્સીની અફવા ફેલાવવાની જરૂર નથી. અનુષ્કા એક માત્ર આવી એક્ટ્રેસ નથી. તેના ઉપરાંત પણ લગ્ન કરનારી બીજી ઘણી એક્ટ્રેસીસ આવી અફવાઓનો સામનો કરી ચૂકી છે. અનુષ્કાએ કહ્યું કે તે આજકાલ એટલી વ્યસ્ત છે કે તે ઘડિયાળના કાંટે કામ કરી રહી છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2PkNo4n

No comments:

Post a Comment

Pages