મારુતિ સુઝુકીએ કરી ભાવ વધારાની જાહેરાત

નવી દિલ્હી: મારુતિ સુઝુકીની કારો ટૂંક સમયમાં જ મોંઘી થઈ જશે, કેમકે કંપની પોતાની કારોની કિંમત વધારવા જઈ રહી છે. મારુતિ સુઝીકીએ બુધવારે કહ્યું કે, કોમોડિટીની કિંમતો અને વિદેશી મુદ્રા દરમાં વૃદ્ધિના પ્રતિકૂળ પ્રભાવને દૂર કરવા માટે તે જાન્યુઆરીથી પોતાની ગાડીઓની કિંમત વધારશે. જોકે, કંપનીએ એ સ્પષ્ટ નથી કર્યું કે, તે પોતાની કારોની કિંમતમાં કેટલો વધારો કરશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
કંપનીએ ભાવ વધારા માટે જણાવ્યું આ કારણ

એક અધિકારીએ કહ્યું કે, હાલ કંપની કિંમતમાં વધારાની રેન્જ પર કામ કરી રહી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાએ કહ્યું કે, ‘કોમોડિટી કિંમતો અને વિદેશી મુદ્રામાં વૃદ્ધિને કારણે કંપનીના વાહનોની પડતર પર પ્રતિકૂળ પ્રભાવ પડી રહ્યો છે. એ કારણે કંપની માટે એ જરૂરી થઈ ગયું છે કે તે કિંમતોમાં વધારાના માધ્યમથી આ વધારાની પડતરનો થોડો ભાર ગ્રાહકોને માથે નાંખે, જે જાન્યુઆરી 2019થી થશે.’ મારુતિએ કહ્યું કે, કિંમતોમાં વધારો અલગ-અલગ મોડલ્સ પર અલગ-અલગ હશે.
જાપાનની ઈસુઝુ કંપની પણ વધારવાની છે ભાવ

ભારતીય બજારમાં હાલ મારુતિની એન્ટ્રી લેવલ ઓલ્ટો 800થી લઈને પ્રીમિયમ ક્રોસઓવર એક-ક્રોસ સુધીની રેન્જ ઉપલબ્ધ છે. તેની કિંમત 2.53 લાખ રૂપિયાથી લઈને 11.45 લાખ રૂપિયાની વચ્ચે છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે જાપાનની કાર નિર્માતા કંપની ઈસુઝુએ પણ જાન્યુઆરીથી પોતાના વાહનોની કિંમત એક લાખ રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ કાચા માલ અને વિતરણની પડતર વધવાને તેના માટે જવાબદાર ગણાવ્યું છે.
ટોયોટાએ ગત મહિને જ કરી દીધી હતી આ જાહેરાત

આ પહેલા ગત મહિને ટોયોટોએ 1 જાન્યુઆરી 2019થી પોતાના વાહનોની કિંમત 4 ટકા વધારવાની જાહેરાત કરી હતી. ટોયોટાએ રૂપિયામાં ઘટાડાને પગલે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધવાને કારણે આ નિર્ણય લીધો છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2Sw9HGe
No comments:
Post a Comment