Latest

Friday, December 14, 2018

બિગ બીનો ફોન બગડતા ટ્વિટર પર માગી મદદ, આવું મળ્યું સજેશન

ટ્વિટ કરી માગી મદદ

 નવી દિલ્હીઃ બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર કેટલા એક્ટિવ છે તેના ટ્વિટ અને બ્લોગ ઉપરથી જાણી શકાય છે. તાજેતરમાં તેનો મોબાઈલ સેમસંગ ગેલેક્સી એસ 8 ફોન ખરાબ થયો હતો. જેની જાણકારી તેણે ટ્વિટ કરીને આપી હતી. એટલું જ નહીં બિગ બીએ ટ્વિટર પર પોતાના ફોલોઅર્સ પાસે ફોન રિપેરિંગ અંગે મદદ પણ માંગી હતી. બિગ બીએ પોતાના ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, મદદ કરો, સેમસંગ S9 યોગ્ય રીતે કામ કરતો નથી. સેમસંગનો લોગો સ્ક્રિનમાં દેખાય છે પણ સ્ક્રિન વારંવાર બ્લિંક થાય છે. આ સિવાય ફોનમાં કંઈ થતું નથી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

મારે શું કરવું જોઈએ

બિગ બીએ ઉમેર્યું હતું કે, ફોન બંધ કરવાનો પ્રયત્ન કરું છું પણ ફોન બંધ પણ થતો નથી. કૃપા કરીને મદદ કરો અને કહો કે મારે શું કરવું જોઈએ? બિગ બીના આ ટ્વિટ સામે તેના ચાહકોએ સજેશનની ભરમાર કરી દીધી. જેમાં સૌથી ખાસ વાત એ છે કે, સ્માર્ટફોનની બ્રાંડ શાઓમી ઈન્ડિયાના એમ.ડી. મનુ કુમાર જૈન અમિતાભને ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે ફોન બદલી નાંખવાની સલાહ આપી હતી. આ રિટ્વિટમાં રિપ્લાય કર્યો કે, ડીયર અમિતજી…હવે ફોન બદલાવવાનો સમય આવી ગયો છે. તમે ભારતમાં સૌથી વધુ પસંદ થનારી ટેકનોલોજી પર ભરોસો કરી શકો છો.

ફોન મોકલી ખુશી થશે

બિગ બીના મદદની ટ્વિટ પર શાઓમી ઈન્ડિયાના પ્રમુખ વ્યક્તિ મનુકુમાર જૈને ઉમેર્યું હતું કે, તમને ફ્લેગશીપ ફોન મોકલીને ખુશી થશે. આ ટ્વિટ પરથી સ્પષ્ટ થયું છે કે, તેમનો ઈશારો શાઓમી સ્માર્ટફોન તરફ હતો. જોકે, શાઓમીના એમ.ડી. પર કેટલાક યુઝર્સે તેમની ખેંચવાની શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ ફોનમાં આવતી જાહેરાત પર અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

ફોન રિપેર થઈ ગયો એની વાત કહી

થોડા સમય બાદ અમિતાભ બચ્ચને પોતાનો સેમસંગ ફોન રિપેર થઈ ગયો હોવાની પણ વાત શેર કરી હતી. તેણે કહ્યું હતું કે, ટ્વિટ બાદ કંપનીએ તરત જ તેને રિપેર કરવામાં મદદ કરી હતી. જોકે, આ સંવાદ વચ્ચે બિગ બિએ કેટલીક જીવન ઉપયોગી ટિપ્સ પણ શેર કરી હતી. તેમણે કહ્યું કે, ટેકનોલોજી આપણને બેકઅપ રાખવા માટે મજબૂર કરે છે પણ જિંદગીનો બેકઅપ રાખવો શક્ય નથી.

 



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2Qv76Qf

No comments:

Post a Comment

Pages