Latest

Friday, December 14, 2018

વલસાડ: વરરાજાની કાર ટ્રક સાથે અથડાઈ, દુલ્હન સહિત ચાર લોકોનાં મોત

વાગલધરા નજીકની ઘટના

વલસાડ જિલ્લાના વાગલધરા નજીક આજે સવારે ટ્રક અને કાર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યાં મોત થયાં છે, જ્યારે બે ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. અકસ્માતનો ભોગ બનનારી કાર એક લગ્નપ્રસંગમાંથી પરત આવી રહી હતી, જેમાં એક જ પરિવારના ચાર લોકો સવાર હતા. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર બિલિમોરાનો હોવાનું સામે આવ્યું છે. પારડી આવેલી જાન પરત થઈ રહી હતી ત્યારે વરરાજા અને વધૂ જે કારમાં સવાર હતા, તેનો જ ટ્રક સાથે ભયાનક અકસ્માત થતાં ઘટનાસ્થળ પર જ ચાર લોકોનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. હાલ વરરાજાની હાલત ગંભીર છે, અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગળ જુઓ આ અકસ્માતની વધુ તસવીરો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2UJiqXd

No comments:

Post a Comment

Pages