Latest

Friday, December 14, 2018

IRCTC લાવ્યું છે 8N/9Dનો વિદેશ પ્રવાસનો શાનદાર પ્લાન

IRCTC: વિદેશ પ્રવાસ

જો તમે ફરવાના શોખીનો છો તો તમારા માટે એક ખુશ ખબરી છે. IRCTC તમારા એવિએશન બિઝનેસને આગળ વધારવા માટે એક ઓફર રજૂ કરી છે. જે લોકો ઈ-ટિકિટ બૂક કરાવે છે તેવા પેસેન્જર્સને IRCTC હોલિડે પેકેજ આપી રહ્યું છે. આ પેકેજમાં તમે મિડલ ઈસ્ટની જાણીતી જગ્યાઓ ઈઝરાઈલ, ઈજિપ્ત અને જોર્ડનની ટૂર કરી શકો છો. IRCTCએ પોતાની ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર આ વિશેની માહિતી આપી છે. આ પેકેજમાં તમે હોલિડે સિઝનમાં 8 રાત અને 9 દિવસ માટે આ જગ્યાઓના કલ્ચર, ફૂડ અને હિસ્ટ્રીને નજીકથી માણી શકશો.

આવો છે ટ્રાવેલ પ્લાન

આ પેકેજ માટે ટિકિટ વિન્ડો બુકિંગ શરુ થઈ ગયું છે. આ ટ્રિપ પર તમે 5 માર્ચે જઈને 14 માર્ચ 2019ના રોજ રિટર્ન થઈ શકો છો. આ હિસાબા તમે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ પ્લાન બનાવી શકો છો. આ પેકેજ 8 રાત અને 9 દિવસનું છે, જે એ લોકો માટે પરફેક્ટ છે જે લોકો સમર વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા છે.

આટલી છે ટ્રાવેલ ફી

જો તમે આ હોલિડે પેકેજમાં આ જગ્યાઓ પર એકલા પ્રવાસ કરવા જવા ઈચ્છતા હોવ તો તમારે કુલ 1 લાખ 37 રુપિયાનો ખર્ચ થશે અને તમે કપલ છો અને પેરમાં ટ્રાવેલ કરવા માગતા હોવ તો ખર્ચ 1 લાખ 10 હજાર થઈ જશે. વધારે લોકો હોવાથી પ્રતિ વ્યક્તિ ભાડું ઘટી જાય છે. જો તમે એક સાથે ત્રણ લોકો જઈ રહ્યા છો તો એક વ્યક્તિનું ભાડું 1 લાખ 9,500 રુપિયા થશે.

નાના બાળકનું ભાડું

2 થી 11 વર્ષના બાળકોનું બેડ સાથેનું ભાડું 95,500 રુપિયા થશે, જ્યારે બેડ વગર 80,500 રુપિયા થશે. 2 વર્ષ સુધીના બાળકનું ભાડું બુકિંગ સમયે જ IRCTC જ ઓફિસમાં કેશ રુપે જમા કરી લેશે.

ફ્લાઈટનો ટાઈમિંગ

ફ્લાઈટનો ટાઈમિંગ એરલાઈન્સ પર ડિન્ડ કરે છે. ધ્યાન આપવાની વાત એ છે કે, નવજાત બાળકનું ભાડું પેકેજમાં મેન્શન કરેલું નથી. એટલે તે ભાડું IRCTC બુકિંગ સમયે જ કેશ સ્વરુપે જમા કરાવવાનું રહેશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2QQqCpz

No comments:

Post a Comment

Pages