Latest

Wednesday, December 5, 2018

ભપકાદાર મેરેજ બાદ હવે આવો છે પ્રિયંકા-નિકનાં હનિમૂનનો પ્લાન

ચાર દિવસ ચાલ્યું મેરેજ સેલિબ્રેશન

મુંબઈ: પ્રિયંકા ચોપરા અને તેનો પતિ નિક જોનસ પોતાના ભપકાદાર લગ્નને કારણે ખાસ્સા ચર્ચામાં છે. હવે આ કપલે પોતાના હનિમૂનનો પ્લાન પણ બનાવી લીધો છે. પ્રિયંકાના મેરેજનું સેલિબ્રેશન ચાર દિવસ ચાલ્યું હતું, જેમાં દિલ્હીમાં તેણે આપેલા ભવ્ય રિસેપ્શનનો પણ સમાવેશ થાય છે. જોધપુરના પેલેસમાં પ્રિયંકાની મહેંદી, સંગીત તેમજ વેડિંગ સંપન્ન થયા હતા.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો

મુંબઈમાં પણ આપશે રિસેપ્શન

દિલ્હી બાદ હવે આ કપલ મુંબઈમાં પણ નેક્સ્ટ વીકેન્ડમાં રિસેપ્શન રાખવાનું છે, જેમાં પ્રિયંકાના બોલિવુડ કલિગ્સ તેમજ તેના કો-સ્ટાર્સ આવશે. એકવાર મેરેજ સેલિબ્રેશન પૂરું થાય પછી નીક પોતાની પત્ની સાથે ક્રિસમસના બ્રેક દરમિયાન હનિમૂન કરવા ઉપડી જવાનો છે. નીક અને પ્રિયંકા પોતાનું હનિમૂન પુરું કરીને સીધા જાન્યુઆરીમાં જ મુંબઈ પરત આવશે.

આ પણ વાંચો: પ્રિયંકા અને નિકે કાપી 18 ફૂટ મોટી કેક, જુઓ Video

હનિમૂન પછી પણ લોંગ હોલિડેઝ

હનિમૂન પુરું થયા બાદ પ્રિયંકા પોતાના અપકમિંગ પ્રોજેક્ટ ‘સ્કાય ઈઝ પિંક’માં બિઝી થઈ જશે, અને નીક પણ પોતાના કામમાં લાગી જશે. એવું જાણવા મળી રહ્યું છે કે, સ્કાય ઈઝ પિંકનું શૂટિંગ જેવું પૂરું થાય તે પછી પ્રિયંકા અને નિક ફરી એક વાર લોંગ હોલીડેઝ પર જવાના છે.

આ પણ વાંચો: લાલ લહેંગામાં ખૂબ નાચી પ્રિયંકાની વિદેશી જેઠાણી, મન મોહી લેશે તસવીરો



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2QhvjJB

No comments:

Post a Comment

Pages