કાશ્મીરી કાવોઃ

કાશ્મીરી કાવો એ ટ્રેડિશનલ કાશ્મીરી ચાની રેસિપી છે. આ કાવાનો એક ઘૂંટ પણ ભરો તો ગમે તેવી ઠંડીમાં ગરમાવો આવી જાય છે. તે પાણી, તજ અને એલચીના ઉપયોગથી બનાવાય છે. ઠંડી હોય ત્યારે આ કાવો પીવાની ખૂબ મજા આવે છે. તો જાણો કાશ્મીરી કાવો બનાવવાની ક્વિક રેસિપી.
અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
સામગ્રીઃ

6 કપ પાણી
5 લીલી એલચી
2 ચમચી ખાંડ
2 ચમચી ગ્રીન ટી પાવડર
15 બદામ
2 ઈંચ તજનો ટુકડો
1 ચપટી કેસર
સ્ટેપ 1

ગ્રીન ટી પાવડર, એલચી અને તજને સાથે પીસી નાંખો અને કરકરો પાવડર બનાવો.
સ્ટેપ 2

પાણીને મીડિયમ ફ્લેમ પર ગરમ કરો. પાણી ગરમ થાય એટલે તેમાં આ પાવડર નાંખીને હલાવો.
સ્ટેપ 3

મિશ્રણ ઉકળી જાય પછી તેમાં કેસરના તાંતણા નાંખો અને ધીમા ગેસ પર 5થી 10 મિનિટ ઉકળવા દો.
સ્ટેપ 4

આ મિશ્રણને ગાળી લો. તેમાં ખાંડ ઉમેરી બરાબર હલાવી સર્વ કરો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2EXnF12
No comments:
Post a Comment