ચા પીવી દરેક વ્યક્તિને પસંદ હોય છે કેટલાક લોકો દિવસની શરૂઆત ચા સાથે કરે છે. તો કેટલાક લોકો ચાની સાથે ખાદ્ય પદાર્થોનું પણ સેવન કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. કેટલાક લોકો એવા હોય છે જેમને જાણકારી નથી હોતી કે ચા સાથે શું ખાવું જોઇએ અને શું ન ખાવું જોઇએ. જો તમને પણ ચા સાથે કંઇક ખાવાની ટેવ હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખો
ચા સાથે આયર્નયુક્ત ખાદ્યપદાર્થો ન લો

ચામાં ટૈનિન હોય છે જે આયર્નને શોષી લે છે જેનાંથી શરીરમાં આયર્નની ઉપણ થાય છે. જેનાથી સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ ઉભી થઇ શકે છે. તેથી ચા સાથે આર્યન યુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.
ચા સાથે પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થો ન લો

ઇંડામાં પ્રોટીન મોટી માત્રામાં હોય છે એટલે ચાની સાથે ઇંડામાંથી બનેલી કોઇ વાનગી ન ખાઓ. ચામાં રહેલું ટૈનિન પ્રોટીનને શોષી લે છે જે શરીર માટે હાનિકારણ સાબિત થઇ શકે છે. અને કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને પણ નોતરી શકે છે.
ચા સાથે લીલા શાકભાજીનું સેવન

સ્વાસ્થ્ય માટે ચા સાથે લીલી શાકભાજી લેવી ફાયદાકારક સાબિત થશે. કારણે આ શરીરને પુરતી માત્રામાં પોષણ આપે છે. પરંતુ બ્રોકલી, સરસો, સોયાબીન તેમજ મૂળામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. એ માટે આ શાકભાજીને ચા સાથે લેવાથી આયર્નને શોષી લે છે જેનાથી પાચનને લઇ સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2s0KsjP
No comments:
Post a Comment