Latest

Wednesday, December 19, 2018

ઓસ્કર એવોર્ડની રેસમાંથી બહાર નીકળી ગઈ આ ભારતીય ફિલ્મ

ભારતના એવોર્ડની આશા પર પાણી ફરી વળ્યું

આ વર્ષે ઓસ્કારમાં શ્રેષ્ઠ ફોરેન ફિલ્મ શ્રેણીમાં ભારતની એવોર્ડની આશા પર પાણી ફરી ગયું છે. ભારતની સત્તાવાર એન્ટ્રી એવી ‘વિલેજ રોકસ્ટાર્સ’ ઓસ્કરની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

87 ફિલ્મોમાંથી 9 ફિલ્મો પસંદ કરવામાં આવી

કુલ 87 પસંદ થયેલી ફિલ્મો પૈકી ફક્ત નવ ફિલ્મો જ શ્રેષ્ઠ વિદેશી ભાષાની શ્રેણીમાં આગળ વધવામાં સફ‌ળ રહી છે. આસામીઝ ડિરેક્ટર રિમા દાસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા બાળકોની કથાને દર્શાવવામાં આવી હતી. ગ્રામ્ય બાળકો રોકસ્ટાર્સ બનવા માટેના પ્રયાસોને તેમાં દર્શાવવામાં આવ્યા છે.

હજુ સુધી ભારતીય ફિલ્મને નથી મળ્યો ઓસ્કાર એવોર્ડ

ભારતીય ફિલ્મોને ઓસ્કરમાં હંમેશા નિરાશા સાંપડવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. છેલ્લે 2001માં ફોરેન ફિલ્મ કેટેગરીમાં ટોપ ફાઈવમાં આશુતોષ ગોવારિકરની ‘લગાન’ને સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત ‘મધર ઈન્ડિયા’ (1958) તેમજ ‘સલામ બોમ્બે’ (1989) પણ ટોપ ફાઈવમાં પહોંચી હતી. જોકે એવોર્ડ મેળવી શકી નહોતી.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2PM2TlZ

No comments:

Post a Comment

Pages