Latest

Saturday, December 1, 2018

સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવો છે વિરાટ કોહલીઃ સ્ટીવ વો

ભારત માટે આ એક સારી તક

ટીમ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ કહ્યું હતું કે, ચાર મેચની સીરિઝ બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ભારત માટે પ્રથમ ટેસ્ટ મેચ જીતવાની તક છે. તા. 6 ડીસેમ્બરે એડિલેડમાં ભારત-ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ મેચ યોજાશે. ભારત માટે આ એક સારી તક છે. છેલ્લા ધણ સમયથી ભારતીય ટીમ છેલ્લા ઘણા સમયથી આ માટે તૈયારીઓ કરી રહી છે. વિરાટ વિશે વાત કરતા પૂર્વ કેપ્ટને કહ્યું કે, વિરાટ ખરેખર મહાન ખેલાડી છે. તેંડુલકર અને લારાની જેમ તેને પણ મોટી ટક્કર સામે લડતા આવડે છે. પૂર્વ વિકેટકિપર એડમ ગિલક્રિસ્ટે કહ્યું કે, ભારતીય ટીમ મૂળ કેપ્ટન કોહલી પર નિર્ભર કરે છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

વિરાટ ક્રિકેટની દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ખેલાડી

એડમે ઉમેર્યું કે વિરાટ ક્રિકેટની દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ખેલાડી છે. ભારત પાસે સારી તક અને બોલરો બંને છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયા પણ એક મજબુત ટીમ છે. ઓસ્ટ્રેલિયાના બોલરો પણ ભારતીય બેટ્સમેનને પડકારશે. જેમાં સ્ટાર્ક, પેટ કમિંસ અને હેઝલવુડનો સમાવેશ થાય છે. જોકે, અનુભવી ખેલાડી માઈકલ વોએ પણ એવી સલાહ આપી છે કે, એડિલેડમાં યોજાનારી મેચમાં પૃથ્વી શોના સ્થાને રોહિત શર્માને સ્થાન આપવું જોઈએ. ભારત અને ઓસ્ટ્રેલિયા ઈલેવન વચ્ચે સિડનીના મેદાન પર યોજાયેલી મેચમાં પૃથ્વી શો ફિલ્ડિંગ કરતા ઈજાગ્રસ્ત થયો હતો.

પૃથ્વી નહીં રમી શકે મને દુઃખ થયું

જોકે, આ માહોલ વચ્ચે પૂર્વ કેપ્ટન માઈકલ વોએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, પૃથ્વી ઈજાગ્રસ્ત થયો એ જાણીને મને દુઃખ થયું છે. તેના બદલે રોહિત શર્મા સારી ઓપનિંગ કરી શકે એમ છે. ઈજાગ્રસ્ત હોવાને કારણે પૃથ્વી મેચ નહીં રમી શકે. શો શ્રેષ્ઠ ખેલાડી છે. જ્યારે રોહિત સારુ પર્ફોમ કરી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ તે માઈલસ્ટોન રચી શકે એમ છે. બીસીસીઆઈએ પૃથ્વીની ઈજા પર કહ્યું હતું કે, પૃથ્વીને લેટલર લિગામેન્ટ ઈંજરી થઈ છે. લોકેશ ફ્લોપ રહેતા હવે મુરલી વિજય ટેસ્ટમાં પરત ફર્યો છે. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે, શોના સ્થાને ક્યો ખેલાડી મેદાને આવે છે



from Page Array – I Am Gujarat https://ift.tt/2E7zdhI

No comments:

Post a Comment

Pages